ગુજરાત

gujarat

ETV Bharat / state

ગોરખનાથ આશ્રમમાં ત્રિલોકનાથ બાપુની જન્મતિથિની કરાઇ ઉજવણી - Gujarati News

જૂનાગઢઃ યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથના ગુરુ અને ભવનાથ પરિક્ષેત્રમાં આવેલા ગોરખનાથ આશ્રમમાં ધાર્મિક કાર્યક્રમ બાદ ભંડારો યોજીને ત્રિલોકનાથ બાપુની તિથિની ઉજવણી કરવામાં આવી હતી

સ્પોટ ફોટો

By

Published : Mar 31, 2019, 1:17 PM IST

ભવનાથ પરિક્ષેત્રમાં આવેલા ગોરખનાથ આશ્રમમાં ત્રિલોકનાથ બાપુની 27મી તિથિની ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી જ ગોરખનાથ આશ્રમમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. યુપીના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના ગુરુ ત્રિલોકનાથ બાપુની તિથિ ધાર્મિક વાતાવરણમાં ઉજવવામાં આવી હતી. યોગી આદિત્યનાથ ગોરખનાથ આશ્રમના ગાદીપતિ છે.

સ્પોટ ફોટો

ત્રિલોકનાથ બાપુની તિથિ પ્રંસગે સાધુ-સંતો માટે ભંડારો રાખવામાં આવ્યો હતો. જેમાં હજારોની સંખ્યામાં સાધુઓએ હાજરી આપીને પ્રસાદગ્રહણ કર્યો હતો. ગોરખનાથ આશ્રમના મહંત શેરનાથ બાપુએ સંતોને દક્ષિણા આપીહતી. તિથિ પ્રંસગે રાજ્યના ખ્યાતનામ કલાકારોએ ભજનની રમઝટ બોલાવીને ભક્તોને ધાર્મિક રસનું પાન કરાવ્યું હતું.

ગોરખનાથ આશ્રમમાં ત્રિલોકનાથ બાપુની તિથિની કરવામાં આવી ઉજવણી

ABOUT THE AUTHOR

...view details