જૂનાગઢ: અયોધ્યામાં મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રી રામના મંદિરનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. જેની ઉજવણી સમગ્ર દેશમાં થઈ રહી છે. ત્યારે આ અંતર્ગત મંગળવારે જૂનાગઢમાં પણ હિન્દુ ધર્મપ્રેમી જનતાએ ઉજવણી કરીને રામ મંદિરની શિલાન્યાસ વિધિને આવકારી હતી.
જૂનાગઢમાં અયોધ્યા રામ મંદિરના શિલાન્યાસની ઉજવણી કરાઈ - foundation stone of Ayodhya Ram Temple
અયોધ્યામાં નિર્માણ પામનારા રામ મંદિરના શિલાન્યાસનો ઉત્સાહ સમગ્ર દેશમાં જોવા મળ્યો હતો. આ અંતર્ગત જૂનાગઢની હિન્દુ ધર્મપ્રેમી જનતાએ રામ મંદિરની શિલાન્યાસ વિધિની ઉજવણી કરી હતી.
આજે 500 વર્ષ જેટલી લાંબી રાહ જોયા બાદ અંતે અયોધ્યામાં મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રી રામના મંદિરની શિલાન્યાસ વિધિ સંપન્ન કરવામાં આવી હતી. જેને લઇને દરેક હિંદુ ધર્મપ્રેમીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે રામ મંદિરની શિલાન્યાસ વિધિને જૂનાગઢમાં પણ વધાવવામાં આવી હતી. હિન્દુ ધર્મપ્રેમી જનતાએ આતશબાજી કરીને રામ મંદિરના શિલાન્યાસને વધાવ્યો હતો.
છેલ્લા 500 વર્ષથી અયોધ્યામાં રામ મંદિરના નિર્માણને લઈને લાંબી રાહ બાદ અંતે 500 વર્ષના લાંબા બાદ અંત આવ્યો છે અને અયોધ્યામાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના મંદિરના શિલાન્યાસ વિધિને લઈને જૂનાગઢની હિન્દુ ધર્મપ્રેમી જનતાએ રામ મંદિરની કામના 500 વર્ષ બાદ પૂર્ણ થતી જોવા મળી હતી, જે કારણે જનતાએ આતશબાજી કરી મંદિરના શિલાન્યાસ વિધિને આવકારી હતી.