આજે એટલે કે, મંગળવારે ભગવાન કાળભૈરવની જન્મ જયંતી મનાવવામાં આવી રહી છે. આજના દિવસે કાળભૈરવ દાદાના ભક્તો દાદાના ચરણોમાં વિશેષ પૂજા કરીને તેમના પરિવારનો રક્ષણ થાય તે માટે દાદાના ચરણોમાં શીશ ઝૂકાવતા હોય છે. આજના દિવસે કાળભૈરવ દાદાની પૂજા કરવાથી આખું વર્ષ ભક્તોના પરિવાર પર કોઈ વિઘ્ન આવતું નથી, તેમજ આજના દિવસને પિતૃતર્પણ માટે તેમજ પવિત્ર નદી અને સરોવર તેમજ કૂંડમાં સ્નાન કરવાને પણ વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. આજના દિવસે પિતૃઓનું તર્પણ કરવાથી પિતૃઓનો નર્કમાંથી મુક્તિ મળે છે તેવી પણ એક ધાર્મિક માન્યતા રહેલી છે.
કાળભૈરવ જયંતિ: જૂનાગઢમાં દાદાની પૂજા કરાઈ
જૂનાગઢ: શહેરમાં કાળભૈરવ જયંતીની ધાર્મિક આસ્થા સાથે ઉજવણી કરવામાં આવી હતી. આજના દિવસે પવિત્ર નદી અને કુંડોમાં સ્નાન કરવાનું પણ ધાર્મિક પુરાણોમાં વિશેષ મહત્વ રહેલું છે. મહાદેવની પૂજા કરવાથી કાળભૈરવ દાદાની કૃપા બની રહે છે. તેવી ધાર્મિક આસ્થા સાથે આજે ભગવાન કાળભૈરવની જન્મજયંતી ઉજવવામાં આવી રહી છે.
Junagadh
કાળભૈરવ જયંતીના દિવસે રાત્રી પૂજનનો વિશેષ મહત્ત્વ જોવા મળે છે. નારદ પુરાણમાં ઉલ્લેખ કરાયા મુજબ કાળભૈરવ દાદાની આજના દિવસે પૂજા કરવાથી સૌ કોઈની મનોકામના પૂર્ણ થાય છે. તેમજ પરિવાર પર આવેલી આપત્તિ વિપત્તિ અને બીમારીઓને દૂર કરવામાં પણ ખૂબ જ મદદ મળે છે. તેમજ આજના દિવસે કાળભૈરવ દાદાને કાળા તલના તેલનો દીવો સરસવના તેલથી દાદાનું પૂજન તેમજ આ દિવસે કાળભૈરવ દાદાના વાહન શ્વાનને ભોજન કરાવવું ખૂબ જ પુણ્ય કાર્ય હોય તેવું ધાર્મિક પુરાણોમાં માનવામાં આવે છે.