હનુમાન જયંતીની સમગ્ર દેશમાં ભારે ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી. ચૈત્રી સુદ પુનમના દિવસે હનુમાનજીની જયંતી ઉજવવામાં આવતી હોય છે. ત્યારે વહેલી સવારે હનુમાનજી મંદિરોમાં ભક્તોએ અભિષેક કરીને કસ્ટભંજન દાદાનું પુજન કર્યું હતું. જ્યારે મંદિરમાં 56 ભોગનું આયોજન ભક્તો દ્વારા કરવામાં આવ્યું હતું. હનુમાન જયંતીના દિવસે શનિદેવ નું પણ પુજન કરવામાં આવે છે.
હનુમાન જયંતી: જૂનાગઢના બાલા હનુમાન મંદિરમાં ઉજવણી - Gujaratinews
જૂનાગઢ: હનુમાન જયંતીના પાવન પ્રસંગે જૂનાગઢના ભુતનાથ મંદિરમાં આવેલા બાલા હનુમાનજી મંદિરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. હનુમાનજીનો જન્મ ચૈત્ર પૂર્ણિમાના દિવસે થયો હતો. તે દિવસ ‘હનુમાન જયંતી’ તરીકે ઉજવવામાં આવે છે.
આ દિવસે ઠેર-ઠેર હનુમાન ચાલીસા અને સુંદરકાંડ, શ્રીરામરક્ષા સ્તોત્રનાં પાઠ પણ થતા હોય છે. લોકો વ્યક્તિગત રીતે અથવા સમૂહમાં પણ પાઠ કરતા હોય છે. તો સાથે જ શ્રીરામચરિત માનસ અથવા રામાયણના શ્લોકોનું પણ પઠન કરતાં હોય છે. જ્યારે શ્રી હનુમાનજીને લગતાં મંત્રોનો જાપ પણ કરે છે. આ દિવસે અનેક સ્થાનોએ ‘મારુતિ યજ્ઞ’નું પણ આયોજન કરવામાં આવે છે. કષ્ટભંજન કષ્ટોને દૂર કરનાર અને નકારાત્મકતાને દૂર કરનારા દેવ છે. આસુરી તત્વોથી પણ રક્ષણ કરનાર દેવ તરીકે પૂજાય છે.નુમાનજી બુદ્ધિ, રાજનીતિ, માનસશાસ્ત્ર, તત્ત્વજ્ઞાન સાહિત્ય વગેરે સર્વગુણોથી સં૫ન્ન છે.
હનુમાનજીની કૃપાથી, તેમનાં દર્શનથી વ્યક્તિમાં એક સકારાત્મક ઊર્જાનો અનુભવ થાય છે. શક્તિનો સંચાર થાય છે