ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોના ગાઇડલાઇન પ્રમાણે ચેટીચંદ પર્વની ઉજવણી - covid - 19

સિંધી સમાજના નવા વર્ષ ચેટીચંદની જૂનાગઢના ગુરુદ્વારામાં સાદાઈથી અને કોરોના સંક્રમણની તમામ તકેદારીઓના ચુસ્ત પાલન સાથે ઉજવણી કરવામાં આવી હતી. જો કે કોરોના સંક્રમણને કારણે આ વર્ષે તમામ પ્રકારની ધાર્મિક ઉજવણીઓ બંધ રાખવાનો સિંધી સમાજે નિર્ણય કર્યો છે.

ચેટીચંદ પર્વની ઉજવણી
ચેટીચંદ પર્વની ઉજવણી

By

Published : Apr 13, 2021, 8:40 PM IST

  • મંગળવારે સિંધી સમાજનું નવું વર્ષ એટલે ચેટીચંદ
  • કોરોના સંક્રમણને ધ્યાને રાખીને ઉજવણીઓ બંધ
  • ગુરુદ્વારામાં કીર્તન, પૂજન, પાઠ કરી કરાઇ નવા વર્ષની ઉજવણી

જૂનાગઢ : મંગળવારે સિંધી સમાજનું નવું વર્ષ એટલે કે ચેટી ચંદનો ધાર્મિક તહેવાર હતો. દર વર્ષે સિંધી સમાજ દ્વારા આ તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે પણ આ વર્ષે સરકારે કોરોના સંક્રમણને કારણે તમામ પ્રકારના તહેવાર અને ધાર્મિક ઉત્સવની ઉજવણી પર સ્વૈચ્છિક રીતે પ્રતિબંધ લગાવવાની છે વિનંતી કરી છે. જેને ધ્યાનમાં રાખીને જૂનાગઢના સિંધી સમાજે ચેટીચંદનો પર્વ સદાઈથી ગુરુદ્વારામાં ભજન-કિર્તન સાથે ઉજવ્યો છે.

કોરોના ગાઇડલાઇન પ્રમાણે ચેટીચંદના પર્વની ઉજવણી

વધુ વાંચો:જામનગરમાં ચેટીચંદની સાદગીભર ઉજવણી કરતો સિંધી સમાજ

કોવિડ ગાઇડલાઇનનું કરવામાં આવ્યું પાલન

જૂનાગઢમાં આવેલા ગુરુદ્વારામાં વહેલી સવારથી સિંધી સમાજના લોકો સામાજિક અંતર સાથે હાજર રહ્યાં હતાં. તેમજ સરકાર દ્વારા જે દિશાનિર્દેશો આપવામાં આવ્યા છે તેનું ચુસ્ત પાલન થાય તે પ્રકારે ગુરુદ્વારામાં ગુરુ નાનકદેવ સાહેબના દર્શનની વ્યવસ્થા કરવામાં આવી હતી. પ્રત્યેક દર્શનાર્થી સામાજિક અંતરનો ભંગ ન કરે, તેમજ દર્શન માટે આવતા તમામ દર્શનાર્થીઓ ફરજિયાત માસ્ક સાથે દર્શન કરતા જોવા મળ્યા હતા.

વધુ વાંચો:કોરોનાના કારણે ચેટીચંદની ઉજવણી સોશિયલ ડિસ્ટન્સ સાથે કરાઈ

ABOUT THE AUTHOR

...view details