ગોરખનાથ આશ્રમમાં ત્રિલોકનાથ બાપુની તિથિની ઉજવણી કરાઈ - ભવનાથ
ભવનાથ સ્થિત ગુરૂ ગોરખનાથ આશ્રમમાં ત્રિલોકનાથ બાપુની તિથિની ધાર્મિક વાતાવરણમાં તેમજ સમગ્ર રાજ્યના સંતો અને મહંતોની હાજરીમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
ગોરખનાથ આશ્રમમાં ત્રિલોકનાથ બાપુની તિથિની કરાઈ ઉજવણી
જૂનાગઢઃ ભવનાથ સ્થિત ગુરૂ ગોરખનાથ આશ્રમમાં મહંત ત્રિલોકનાથ બાપુની તિથિનું ધાર્મિક વિધિ વિધાન સાથે મંગળવારે ઉજવણી કરવામાં આવી હતી. છેલ્લા ઘણા વર્ષોથી ગુરૂ ગોરખનાથ આશ્રમમાં ત્રિલોકનાથ બાપુની તિથિ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે મંગળવારે બાપુની તિથિ નિમિત્તે આશ્રમમાં સમગ્ર દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.