રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતી ઉજવાઇ રહી છે. આજે સમગ્ર દેશ ગાંધીમય બની રહ્યો છે. ત્યારે જૂનાગઢમાં પણ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતી નિમિતે તેમને યાદ કરવામાં આવ્યા હતા. મહાત્મા ગાંધી ભારતની આઝાદી અને આઝાદીની લડાઈમાં જે યોગદાન છે તેને આજે સર્વે લોકોએ યાદ કર્યું હતું. એક સામાન્ય માણસ કે જેણે આ દેશને આઝાદી અપાવવા જેવું કપરું કામ કરીને સમગ્ર દુનિયાની નજરોમાં આજે પણ હયાતી રૂપે જોવા મળી રહ્યા છે.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150 મી જન્મ જયંતીની જૂનાગઢમાં ઉજવણી
જૂનાગઢઃ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતી નિમિતે જૂનાગઢમાં આવેલા ગાંધી ચોક ખાતે બાપુની પ્રતિમાને જિલ્લા કલેકટર મ્યુનિસિપલ કમિશનર અને જિલ્લા વિકાસ અધિકારીની સાથે જૂનાગઢના મેયર તેમજ અન્ય પદાધિકારીઓ તેમજ રાજકીય અગ્રણીઓએ બાપુને સુતરની આંટી પહેરાવી તેમના યોગદાનને યાદ કર્યા હતા.
મહાત્મા ગાંધી સત્ય અને અહિંસાના સદાય હિમાયતી રહ્યા છે. તો સાથે સાથે મહાત્મા ગાંધી સ્વચ્છતાના પણ ચુસ્ત આગ્રહી હતા. અને પોતે સ્વચ્છતા પ્રત્યે ખૂબ જ સભાન હતા. જેને લઇને મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતી ખાસ સ્વચ્છતાના સંદેશ સાથે ઉજવવામાં આવી રહી છે. આજે જૂનાગઢ મનપાના સફાઇ કર્મીઓ દ્વારા પણ શહેરમાં કચરો નહીં કરવો અને પ્લાસ્ટિક મુક્ત દેશ બનાવવાની દિશામાં આગળ વધવાના શપથ પણ લીધા હતા, અને બાપુની 150મી જન્મ જયંતી નીમીતે સમગ્ર દેશની સાથે આખું વિશ્વ પ્લાસ્ટિક મુક્ત બને તે દિશામાં આખું વર્ષ ઉજવણી કરવાનું નક્કી કર્યું હતું.