- આજે મનાવવામાં આવી રહ્યો છે આંતરરાષ્ટ્રીય લાંચ વિરોધી દિવસ
- એસીબીએ 18 જેટલા કેસોમાં લાંચિયા અધિકારી અને કર્મચારીને પકડ્યા
- એસીબીના પી.આઇને પણ રંગેહાથ લાંચ લેતાં ઝડપ્યા
આજે લાંચ વિરોધી દિવસની આંતરરાષ્ટ્રીય સ્તરે ઉજવણી, પાછલા 1 વર્ષમાં જૂનાગઢ ACBએ કરી ખૂબ સારી કામગીરી - Junagadh news
આજે આંતરરાષ્ટ્રીય લાંચ વિરોધી દિવસ મનાવવામાં આવી રહ્યો છે. ત્યારે જૂનાગઢ ACBએ પાછલા વર્ષમાં કરેલી સફળ કામગીરી બાદ પણ અધિકારીઓ મીડિયા સમક્ષ તેમની કામગીરી લોકો સુધી પહોંચે અને લોકો ACBની કામગીરીને વખાણે એવું કહેવા માટે પણ મીડિયા સમક્ષ ઉપસ્થિત થયા ન હતા. પાછલાં વર્ષમાં જૂનાગઢ ACBને 18 કેસમાં લાંચિયા અધિકારી અને કર્મચારીને પકડી પાડવામાં સફળતા મળી હતી.
જૂનાગઢ : આજે વિશ્વ લાંચ વિરોધી દિવસ મનાવવામાં આવી રહ્યો છે. ત્યારે પાછલા વર્ષમાં જૂનાગઢ એસીબીએ ખૂબ સારી કામગીરી કરી હોવા છતાં આ કામગીરી લોકો અને સામાન્ય પ્રજાની વચ્ચે જાય તેમજ સામાન્ય લોકો એસીબીની કામગીરીને વખાણે એવું કહેવા માટે પણ એસીબીના અધિકારીઓ મીડિયા સમક્ષ આવવાનું ટાળતા હતા. કેટલાંક અધિકારી સામાજિક પ્રસંગમાં હાજર હતા, તો કેટલાક અધિકારી ઉપરી અધિકારીની મંજૂરી નહીં હોવાને કારણે મીડિયા સમક્ષ નહીં આવવાની વાત કરી હતી. વાત પાછલા એક વર્ષની કરીએ તો જૂનાગઢ એસીબીએ 18 કેસમાં લાંચિયા કર્મચારી અને અધિકારીઓને પકડી પાડવામાં સફળતા મેળવી હતી.