જુનાગઢ કેશોદ પોલીસની નીંદર હરામ કરતા તસ્કરોએ આતંક મચાવ્યો છે.કેશોદમાં થોડા દિવસમાં ચોરીનો બીજો બનાવ સામે આવ્યોછે. કેશોદના હીરો શોરૂમમાં અને બાલાજી વેફર્સમાં એકજ રાતમાં બે જગ્યા પર તસ્કરોએ હાથફેરો ક્યો હતો. મળતી વિગતો અનુસાર આ ચોરી કરતી ગેંગ ચડી બનીયાન હોવાનું અનુમાનલગાવવામાં આવી રહ્યું છે. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઇ હતી. કેશોદ પોલીસ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
કેશોદમાં ચોરી ચડ્ડી બનીયનધારી ગેંગના CCTV ફૂટેજ સામે આવ્યા - CCTV
જૂનાગઢ : કેશોદ પોલીસની નીંદર હરામ કરતા તસ્કરોએ આતંક મચાવ્યો છે. કેશોદમાં થોડા દિવસમાં ચોરીનો બીજો બનાવ સામે આવ્યો હતો. કેશોદમાં એકજ રાતમાં બે જગ્યા પર તસ્કરોએ હાથફેરો કર્યો હતો.ત્યારે ગઇરાત્રીના આ ચડીધારી ચોરોએ જૂનાગઢમાં પણ હીરોના શોરૂમમાં ચોરી કરી હતી. આ ટોળકીએ પોલીસની ઉંઘ હરામ કરી નાખી છે
ખાસ કરીને જોઇએ, તો હમણાં જ કેશોદ શહેરના એક મીલમાં ચોરી થયેલ હતી. અને એજ દિવસે એકી સાથે ત્રણ-ત્રણ ચોરી થતાં આ ચોરોએ પોલીસની ઉંઘ ઉડાવી દીધી હતી. ત્યારે ફરી પાછી ગઇ રાત્રીના સમયે જુનાગઢ રોડ ઉપર આવેલા હીરોના શોરૂમમાં તસ્કરો ત્રાટકયા હતા. જયારે તેમની સાથે બીજી બે દુકાનોમાં પણ આ તસ્કરોએ હાથફેરો કર્યો હતો. જયારે આ હીરોના શોરૂમમાંથી કેટલી ચોરી થયાનું હજુ ખુલ્યું નથી. પરંતુ ઘટના સ્થળ ઉપર આવીને CCTV ફૂટેજ ચેક કરતાં ચડી બનીયન ધારી ચોર ટોળી હોવાનું અનુમાન કરાઇ રહ્યું છે. ત્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
કેશોદમાં અવાર નવાર ચોરી થઇ રહી હોવાથી આ ટોળકીએ પોલીસની ઉંઘ હરામ કરી નાખી છે. ત્યારે આ ચોરીના ભેદો કયારે ઉકેલાશે તે હવે જોવાનું રહ્યું.