જુનાગઢ જિલ્લાના માળિયા નજીક જુથળ ગામના પાટિયા પાસે કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. સીસીટીવી જોતા અકસ્માત એટલો ગંભીર હતો અને કાર ચાલક પુરપાટ ઝડપે આવી રહ્યો હતો, હૃદયને હચમચાવી જાય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.
માળીયા નજીક થયેલા અકસ્માતના CCTV ફૂટેજ આવ્યા સામે - માળીયા નજીક થયેલા અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા
જુનાગઢઃ જિલ્લાના માળિયા નજીક જુથળ ગામના પાટિયા પાસે બાઈક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક યુવાનનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા.
જુનાગઢઃ
પુરપાટ ઝડપે આવી રહેલી સ્કોર્પિઓ કાર બાઇકને અડફેટે લઇને કોઈ ચલચિત્રનો સ્ટંટ હોય તે પ્રકારે કૂદીને સામેના રોડ પર આવી ચડી હતી. જેના સીસીટીવી ફૂટેજમાં અકસ્માત થતાં જ કાર ચાલક કાર મૂકીને ફરાર થઇ ગયો હતો. પરંતુ પોલીસે કારના પુરાવાઓ એકત્ર કરીને કાર ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
Last Updated : Jan 21, 2020, 7:39 PM IST