- જૂનાગઢની કપડા બજારમાં ગ્રાહકના સ્વાંગમાં મહિલા ચોર
- ચોરી કરતી મહિલા CCTV કેમેરામાં થઇ કેદ
- દુકાનદારે હજુ સુધી પોલીસ ફરિયાદ નોંધાવી નથી
જૂનાગઢઃજિલ્લામાં ગ્રાહકના સ્વાંગમાં આવીને કપડાની ચોરી કરતી મહિલા જોવા મળી હતી. જૂનાગઢ શહેરની માંગનાથ બજારમાં એક મહિલા ગ્રાહકનો સ્વાંગ રચીને શોરૂમમાંથી કપડાની ચોરી કર હોય તે રીતે કેમેરામાં કેદ થતી જોવા મળી છે. સમગ્ર મામલાને લઈને દુકાનદારે હજુ સુધી પોલીસ ફરિયાદ નોંધાવી નથી પરંતુ જે પ્રકારે મહિલા ચોરી કરી રહી છે તેને લઈને માંગનાથ બજારના વેપારીઓમાં પણ ચિંતા જોવા મળી રહી છે.