ગુજરાત

gujarat

ETV Bharat / state

લોકડાઉનની પર્યાવરણ પર જોવા મળી સકારાત્મક અસર, ગીર વિસ્તારમાં જોવા મળ્યું કેમિલિયોન - જૂનાગઢ

કોરોના વાઇરસ બાદ સમગ્ર રાજ્યની સાથે જૂનાગઢમાં પણ લોકડાઉન જોવા મળી રહ્યું છે. આ લોકડાઉનની સકારાત્મક અસરો ગીર વિસ્તારના જંગલોમાં જોવા મળી રહી છે. પ્રદુષની અસરો ઓછી થયા બાદ જંગલ વિસ્તારમાં લોકોની અવર જ્વર બંધ થતા ભાગ્યે જ જોવા મળતું કેમિલિયોન આજે મુક્ત પણે જોવા મળી રહ્યું હતું.

ગીર વિસ્તારમાં જોવા મળ્યું કેમિલિયોન
ગીર વિસ્તારમાં જોવા મળ્યું કેમિલિયોન

By

Published : Apr 9, 2020, 6:07 PM IST

જૂનાગઢ : કોરોના વાઇરસને કારણે સમગ્ર રાજ્યની સાથે જૂનાગઢમાં પણ લોકડાઉનનો ચુસ્ત અમલ કરવામાં આવી રહ્યો છે, ત્યારે લોકોની અવર જ્વર બંધ થતા વાતાવરણમાં પ્રદૂષણનું પ્રમાણ ખુબ જ ઘટી જવા પામ્યું છે, ત્યારે વાતાવરણમાં આવેલા સકારાત્મક ફેરફારોને લઈને હવે જંગલ વિસ્તારમાં ભાગ્યે જ જોવા મળતા કેટલાક પ્રાણીઓ આજે મુક્ત રીતે હરતા ફરતા જોવા મળી રહ્યા છે. જે પૈકીનું એક કેમિલિયોન આજે ગીર વિસ્તારમાં જોવા મળ્યું હતું.

ગીર વિસ્તારમાં જોવા મળ્યું કેમિલિયોન
કાચીંડા કુળનું આ કેમિલિયોન પ્રકૃતિ સાથે અનુકૂલન સાધવા માટે પ્રાણી જગતમાં ખુબ જ પ્રચલિત છે. ભારત સહીત આફ્રિકા સ્પેન યુરોપ અને એશીયાના મોટા ભાગના દેશોમાં જોવા મળે છે. કેમિલિયોન શિકારીથી બચવા અને શિકાર મેળવવા માટે તેના રંગ બદલવા માટે પ્રસિદ્ધ છે. આ પ્રાણીની બીજી ખાસિયત એ છે કે તેની બન્ને આંખો બે અલગ અલગ વસ્તુઓને એક સાથે જોઈ શકવા માટે વિશેષ રીતે બનેલી હોય છે. તેની જીભ ખોરાકને પકડવા માટે જડબામાં આગળની બાજુએથી જોડાયેલી હોય છે. તેમજ તેની લંબાઈ ખુબ જ મોટી જોવા મળે છે. પ્રાણીની આ વધુ એક ખાસિયત પણ માનવામાં આવે છે કોરોના વાઇરસનો ખતરો જોતા જે પ્રકારે લોકડાઉન કરવામાં આવી રહ્યું છે. તેને કારણે વાહનોની સાથે લોકોની અવર જ્વર પણ બંધ થઇ છે. જેને કારણે પ્રદૂષણનું પ્રમાણ પણ ખુબ જ ઘટી ગયું છે, ત્યારે વાતાવરણ ચોખ્ખું થતા પ્રકૃતિ પણ ખીલી ઉઠી છે. જંગલ વિસ્તારમાં ભાગ્યે જ જોવા મળતા અને શરમાળ પ્રકૃતિના પ્રાણીઓ આજે મુક્ત મને ગીરના જંગલોમાં વિહરતા જોવા મળી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details