ગુજરાત

gujarat

ETV Bharat / state

જૂનાગઢમાં CAA અને NRCનો વિરોધ પોસ્ટરૂપે આવ્યો બહાર - Junagadh LATEST NEWS

જૂનાગઢમાં છેલ્લા કેટલાક સમયથી નાગરિકતા કાનૂનને લઈને વિરોધ જોવા મળી રહ્યો હતો, ત્યારે શહેરના ચિતાખાના અને ગાંધી ચોકમાં પોસ્ટર લગાવીને CAA અને NRCનો વિરોધ કરવામાં આવ્યો હતો.

jnd
જૂનાગઢ

By

Published : Jan 31, 2020, 2:29 PM IST

જૂનાગઢ : જ્યારથી કેન્દ્ર સરકાર દ્વારા CAA અને NRC બિલને મંજૂરી આપવામાં આવી છે, ત્યારથી આ બંને બિલનો વિરોધ ચોક્કસ ધર્મ અને જાતિના લોકો કરી રહ્યા છે. જેનો વિરોધ ધીમા પગલે જૂનાગઢમાં પણ જોવા મળ્યો હતો. બે દિવસ અગાઉ શહેરમાં બંધ પણ પાડવામાં આવ્યું હતું, ત્યારે હવે આ વિરોધ શહેરની શેરીઓમાં પણ આગળ વધી રહ્યો છે.

જૂનાગઢમાં CAA અને NRCનો વિરોધ પોસ્ટરૂપે આવ્યો બહાર

શહેરના ચિતાખાના ચોક અને ગાંધી સર્કલ નજીક CAAઅને NRC બિલના વિરોધમાં પોસ્ટર લગાવવામાં આવ્યા હતાં. આ પોસ્ટર સમગ્ર હિન્દુ મુસ્લિમ સમાજના બેનર નીચે લગાવવામાં આવ્યા છે, પરંતુ આ સંગઠન કોણે બનાવ્યું છે, અને આ બેનરો કોણ લગાવી ગયું છે. તેને લઈને કોઈ ચોક્કસ માહિતી હજુ સુધી મળી નથી.

પરંતુ જે પ્રકારે CAA અને NRCનો વિરોધ જોવા મળી રહ્યો છે. તે હવે ધીરે ધીરે જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ વિસ્તારી શકે એવી આશંકાઓ પણ જોવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details