ગુજરાત

gujarat

ETV Bharat / state

જૂનાગઢ એપીએમસીમાં સોયાબીન અને મગફળીની બમ્પર આવક, કેટલા ક્વિન્ટલ આવક થઇ જૂઓ - જૂનાગઢ એપીએમસી

જૂનાગઢ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં સોયાબીન (soybean )અને મગફળી(groundnut )ની બમ્પર આવક (Bumper Crop of soybean and groundnut ) થઇ છે. આ વખતે મગફળી કરતાં સોયાબીનનું ઉત્પાદન વધી ગયું છે. ત્યારે જૂનાગઢ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિનું માર્કેટિંગ યાર્ડ ( Junagadh APMC) તેલિબીયાથી ભરેલું જોવા મળી રહ્યું છે.

જૂનાગઢ એપીએમસીમાં સોયાબીન અને મગફળીની બમ્પર આવક, કેટલા ક્વિન્ટલ આવક થઇ જૂઓ
જૂનાગઢ એપીએમસીમાં સોયાબીન અને મગફળીની બમ્પર આવક, કેટલા ક્વિન્ટલ આવક થઇ જૂઓ

By

Published : Dec 14, 2022, 7:24 PM IST

આ વખતે મગફળી કરતાં સોયાબીનનું ઉત્પાદન વધી ગયું છે

જૂનાગઢખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં સોયાબીન (soybean ) અને મગફળી(groundnut )ની બમ્પર આવક (Bumper Crop of soybean and groundnut ) થતી જોવા મળી રહી છે. ગત ચોમાસા દરમિયાન ખૂબ મોટા પ્રમાણમાં સોયાબીનનું વાવેતર થયું હતું. જેને કારણે તેનું ઉત્પાદન મગફળી કરતાં પણ વધી ગયું છે. ત્યારે જૂનાગઢ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં સોયાબીન અને મગફળીની આવક થતા માર્કેટિંગ યાર્ડ ( Junagadh APMC)તેલિબીયાથી ભરેલું જોવા મળી રહ્યું છે.

આ પણ વાંચો જૂનાગઢ APMCમાં મગફળી અને સોયાબીનની આવક વધતા બંનેના બજાર ભાવ વધ્યા

એપીએમસી તેલીબિયાથી ઉભરાયું જૂનાગઢ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ( Junagadh APMC)માં સોયાબીન અને મગફળી(groundnut )ની પુષ્કળ પ્રમાણમાં આવક થતી જોવા મળી રહી છે. પાછલા કેટલાક વર્ષોની સરખામણીએ આ વર્ષે સોયાબીન(soybean )ની પુષ્કળ પ્રમાણમાં આવક (Bumper Crop of soybean and groundnut ) થઈ રહી છે. જેની પાછળ ચોમાસા દરમિયાન ખેડૂતોએ કરેલા સોયાબીનના વાવેતરને કારણભૂત માનવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો 29મીથી રાજકોટથી શરુ થશે મગફળી સહિતના પાકની ખરીદી, સરકારે ટેકાના ભાવો જાહેર કર્યા

સોયાબીનના વાવેતર તરફ વળ્યાં ખેડૂતો જિલ્લાની આબોહવા અને ખેતીની જમીન મગફળી માટે ખૂબ અનુકૂળ માનવામાં આવે છે પરંતુ પાછલા કેટલાક વર્ષોથી મગફળીના સતત ઘટી રહેલા બજાર ભાવોની સામે ખેડૂતો કપાસનું વાવેતર કરી રહ્યા હતાં. કપાસના પણ બજાર ભાવ જળવાઈ નહીં રહેતા ખેડૂતો હવે અન્ય તેલીબિયાં પાક એટલે કે સોયાબીન(soybean )ના વાવેતર તરફ વળ્યા છે. જેને કારણે ગત ચોમાસા દરમિયાન ખૂબ મોટા પ્રમાણમાં સોયાબીનનું વાવેતર થયું હતું. જેને કારણે ઉત્પાદનમાં બમ્પર ઉછાળો (Bumper Crop of soybean and groundnut ) જોવા મળી રહ્યો છે.

સોયાબીન અને મગફળીની બમ્પર આવક જૂનાગઢ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ( Junagadh APMC) માં આજના દિવસે 1500 ક્વિન્ટલની આસપાસ સોયાબીન અને 500 ક્વિન્ટલની આસપાસ નવી મગફળી (groundnut )આવક થઈ છે. આવકનું પ્રમાણ ખૂબ વધારે મનાઈ રહ્યું છે. મગફળી અને સોયાબીન ની આવકને લઈને એપીએમસીના સચિવ પી એસ ગજેરાએ ઈ ટીવી ભારત સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે ગત ચોમાસા દરમિયાન મગફળીનું અને સોયાબીન(soybean ) નું વાવેતર થયું હતું. જેમાં સવિશેષ પ્રમાણમાં સોયાબીનની ખેતી કરાઈ હતી. જેને કારણે આવકમાં ખૂબ મોટો વધારો (Bumper Crop of soybean and groundnut ) જોવા મળી રહ્યો છે. વધુમાં કપાસ અને મગફળી કરતા સોયાબીનના બજાર ભાવ વધુ સારા મળી રહ્યા છે. જેથી ખેડૂતો સોયાબીનની વાવણી તરફ આગળ વધી રહ્યા છે. જેને કારણે આવક વધી રહી છે અને આ વર્ષે પણ સોયાબીનના વાવેતરમાં નોંધપાત્ર વધારો થાય તેવી શક્યતાઓ પણ આજના બજારના માહોલ પરથી જોવાઈ રહી છે.

ABOUT THE AUTHOR

...view details