ગુજરાત

gujarat

ETV Bharat / state

માંગરોળમાં BSPના ઉમેદવારે યોજ્યો રોડ શો - Gujarati news

જુનાગઢઃ જિલ્લાના માંગરોળ ખાતે બહુજન સમાજ પાર્ટીએ શનિવારે બાઈક રેલી કાઢી રોડ શો યોજ્યો હતો. આ બાઈક રેલી સેક્રેટરી પર આવેલ ડૉ.બાબા સાહેબની પ્રતિમાને હાર અર્પણ કરી માયાવતીને વડાપ્રધાન બનાવવા લોકોને મતદાનની અપીલ કરી હતી.

માંગરોળ

By

Published : Apr 21, 2019, 5:02 AM IST

બહુજન સમાજ પાર્ટી દ્વારા શનિવારે માંગરોળ કેશોદ બાયપાસ ચોકડીથી શહેરના ટાવર ચોક લીમડા ચોક સહિતના માર્ગો પર રોડ શો કરી સેક્રેટરી પર આવેલ ડૉ.બાબા સાહેબની પ્રતિમાને હાર અર્પણ કરવામાં આવ્યો હતો. બસપાના ઉમેદવાર દેવેન્દ્રે વાણવીએ જણાયું હતું કે, દલિત, આદિવાસી, મુસ્લિમ અને સર્વોજન લોકો માટે લોકસભા ચૂંટણીમાં માયાવતીબેન વડાપ્રધાન બનશે ત્યારે જ તમામ લોકોના પ્રશ્નનો નિકાલ કરવામાં આવશે. તેથી જ લોકોને બસપાની સરકાર બનાવવા માટે લોકો પાસેથી મતની અપાલ કરી માયાવતીને વડાપ્રધાન બનાવવાની આશા વ્યક્ત કરી હતી.

BSPના ઉમેદવારે રોડ શો યોજ્યો

ABOUT THE AUTHOR

...view details