જૂનાગઢઃ શહેરમાં મંગળવાર મોડી રાત્રે 12થી 2 કલાક દરમિયાન સુમારે કેફી પીણું પીવાને લઇને થયેલી રકજક બાદ માથાકૂટ થતા વાત હત્યા સુધી પહોંચી હતી. જૂનાગઢ શહેરના નંદનવન વિસ્તારમાં દારૂની પીવા બાબતે પિતરાઇ ભાઇના હત્યાના આરોપી તૌફિકની પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો હતો. પોલીસે આ અંગે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
દારૂની મહેફિલમાં તકરાર થતા ભાઇએ કરી ભાઈની હત્યા - murder
જૂનાગઢમાં દારૂની મહેફિલ માણવા કેટલાક લોકો એકઠા થયા હતા. આ મહેફિલમાં સામેલ બે પિતરાઈ ભાઈ વચ્ચે કોઈ બાબતે તકરાર થઈ હતી. જેમાં એક વ્યક્તિએ પોતાના પિતરાઈ ભાઈની હત્યા કરી હતી.
મંગળવાર મોડી રાત્રે લગભગ 12થી 2ના સમયગાળા દરમિયાન દારૂની મહેફિલ માણવા કેટલાત ઈસમો એકઠા થયા હતા. આ મફેફિલ દરમિયાન દારૂની બોટલ બાબતે માથાકૂટ થઈ હતી. આ માથાકુટ બાદમાં હિંસક અથડામણ પરિણમી હતી, જેમાં એક યુવાનની હત્યા તેના જ પિતરાઈ ભાઈ દ્વારા કરવામાં આવી હતી.
આ સમગ્ર ઘટનાની જાણ જૂનાગઢ પોલીસને થતાં જિલ્લા પોલીસ વડા સહિત પોલીસનો કાફલો ઘટનાસ્થળે જ પહોંચ્યો હતો. પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યાના આરોપી ભાઈની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. હાલ રાત્રીના 9 કલાક બાદ કરફ્યૂં અમલમાં છે. તેમ છતાં કેટલાક યુવાનો અને લોકો કરફ્યૂંનો ભંગ કરી ગેરકાયદેસર પાર્ટીઓનું આયોજન કરી રહ્યા છે.