જૂનાગઢઃદલા તરવાડી થી લઈને રાજા ને ભાવે તે રીંગણ સુધીની સફરને પાર કરતા રીંગણા શિયાળા દરમિયાન બિલકુલ સામાન્ય પણે અને એકદમ નજીવા ભાવે થી વેચાતા જોવા મળતા રીંગણ વર્તમાન સમયમાં 100 રૂપિયા પ્રતિ(bringal price hike) કિલોના ભાવને કુદાવી રહ્યા છે. જેને લઈને ગરીબ અને મધ્યમ વર્ગ માટે શિયાળાનું ખાસ અને ગુણકારી શાકભાજી એવું રીંગણુ હવે દુષ્કર બની રહ્યું છે. પાછલા સમયમાં પડેલા કમોસમી વરસાદ અને વાતાવરણની પ્રતિકૂળતાને કારણે રીંગણનો પાક નષ્ટ થયો હોવાનું વેપારીઓ માની રહ્યા છે, જેને કારણે બજારમાં રીંગણાની આવક મર્યાદિત થતાં પ્રતિ કિલોના ભાવ સો ( Increase prices in vegetables)રૂપિયાને પાર જોવા મળી રહ્યા છે.
દલા તરવાડી થી લઈને રાજાને ભાવે તે રીંગણની સફર પૂર્ણ કરતા રીંગણારીંગણાનો ઉલ્લેખ રાજા-મહારાજાઓના સમયથી થતો આવ્યો છે.
રીંગણા પર અનેક દંતકથાઓપણ જોવા મળે છે, એક સમય હતો કે રાજાને ભાવે તે રીંગણા અને દલા તરવાડી આ બંને દંતકથાઓ અને લઘુ વાર્તાઓ જાણે કે વર્તમાન સમયમાં રીંગણના બજાર ભાવને લઈને બિલકુલ હકીકત બની રહી છે. વર્તમાન સમયમાં પ્રતિ એક કિલો રીંગણના બજાર ભાવ 100 રૂપિયાને(Junagadh vegetable prices ) પાર જોવા મળી રહ્યા છે. સામાન્ય સંજોગો કરતા આ બજાર ભાવ શિયાળા દરમ્યાન 70 થી 80 રૂપિયા વધુ જોવા મળી રહ્યા છે જેને કારણે ગરીબ અને મધ્યમ માટે શિયાળાના ખાસ શાકભાજી ગણાતા રીંગણાંનો સ્વાદ તેમના માટે દુષ્કર બની રહ્યો છે.
20 થી 40 રૂપિયા પ્રતિ કિલો વેચાતા રીંગણા 100 રૂપિયા પ્રતિ કિલોના ભાવસામાન્ય રીતે
રીંગણને શિયાળાનું શાકભાજી માનવામાં આવે છે. રીંગણ સ્વભાવે ગરમ હોવાને કારણે શિયાળાની ઋતુમાં તેનો વિશેષ અને છુટથી ઉપયોગ થતો હોય છે આવા સમયે રીંગણની ખેતી પણ પુષ્કળ પ્રમાણમાં થતી હોય છે અને શિયાળાનું વાતાવરણ રીંગણને અનુકૂળ આવતું હોવાને કારણે પણ રીંગણનું ઉત્પાદન પુષ્કળ પ્રમાણમાં થતુ હોય છે. જેને કારણે શિયાળા દરમિયાન પ્રતિ એક કિલો ગુણવત્તાયુક્ત રીંગણના બજાર ભાવ 20 રૂપિયાથી લઈને 40 રૂપિયાની( bringal price hike)આસપાસ જોવા મળતા હોય છે, પરંતુ આ વર્ષે વાતાવરણને પ્રતિકૂળતા અને રીંગણના પાકને રોગ જીવાતથી થયેલા નુકસાનને કારણે રીંગણનું ઉત્પાદન ખૂબ ઘટી ગયું છે. જેની સીધી અસર રીંગણના બજાર ભાવ પર થઈ રહી છે જેને કારણે શિયાળા દરમિયાન 20 થી 40 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાતા રીંગણ અત્યારે 100 રૂપિયા પ્રતિ( Market price exceeds Rs 100 per kg )કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. જેને કારણે ગરીબ અને મધ્યમ વર્ગ માટે રીંગણનો સ્વાદ દુષ્કર બની રહ્યો છે અને આ પરિસ્થિતિ હજુ પણ કેટલોક સમય ચાલી રહે તેવી શક્યતાઓ પણ જોવાઈ રહી છે.
આ પણ વાંચોઃOmicron Cases Gujarat: અમદાવાદ શહેરમાં ઓમિક્રોના 3 કેસ નોંધાયા, રાજ્યમાં કુલ આંકડો 13 પર પહોંચ્યોઆ પણ વાંચોઃSuspended MP Of Rajya Sabha : રાજ્યસભાના સાંસદોના સસ્પેન્શનને લઈને કેન્દ્રએ પક્ષોની બેઠક બોલાવી