જૂનાગઢ : શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમિત વ્યક્તિનો એક પણ કેશ હજુ સુધી સરકારી ચોપડે નોંધાયો નથી. જેને લઇને જૂનાગઢને ગ્રીન ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે, ત્યારે સરકાર દ્વારા ગ્રીન ઝોનમાં lockdownને લઈને કેટલીક વિશેષ સવલતો અને છૂટછાટો જાહેર કરી છે કે, જૂનાગઢ શહેરમાં મોટા ભાગના વાણિજ્ય સંકુલ પાન, માવા અને તમાકુને બાદ કરતા રાબેતા મુજબ ક્રમશઃ ખોલવામા આવી રહ્યા છે, પરંતુ lockdownની મુક્તિના સમયમાં જે પ્રકારે લોકો ખરીદી માટે એકસાથે બહાર નીકળી રહ્યા છે, ત્યારે શહેરના માર્ગો પર ભીડભાડવાળા દ્રશ્યો સામાન્ય બની રહ્યા છે.
ગ્રીન ઝોનમાં થઈ રહ્યો છે કાયદાનો ભંગ, જૂનાગઢમાં જોવા મળી વાહનોની કતારો
જૂનાગઢનો ગ્રીન ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે, પરંતુ જે પ્રકારે લોકો આ કાયદાનો ભંગ કરી રહ્યા છે તેને જોતા એવું કહી શકાય કે જૂનાગઢનો ગ્રીન ઝોનમાં સમાવેશ ખૂબ લાંબા સમય સુધી ટકાવી શકવો મુશ્કેલ છે. આજે lockdownના મુક્તિના સમયમાં સવારના સમયે ખરીદી કરવા માટે જે પ્રકારે વાહનચાલકો નીકળી રહ્યા હતા. જેને કારણે સમગ્ર શહેરમાં ભીડભાડ વાળા દ્રશ્યો સામાન્ય બનતા જોવા મળી રહ્યા છે.
ગ્રીન ઝોનમાં થઈ રહ્યું છે કાયદાનો ભંગ
રાજ્ય સરકાર દ્વારા પણ શહેરમાં નિકળતી વખતે કેટલીક માર્ગદર્શિકાને ફરજિયાત બનાવવામાં આવી છે તે પૈકી સામાજિક અંતરને જાળવવું અને તેનો ચુસ્ત અમલ કરવો તે પ્રકારના નિર્દેશો શહેરીજનોને આપવામાં આવ્યા છે. તેમ છતાં પણ લોકો ખરીદી કરતી વખતે જે પ્રકારે એક સાથે નીકળી રહ્યા છે. જેને લઇને શહેરમાં ભીડભાડ વાળા દ્રશ્યો ચિંતા ઉપજાવે તે પ્રકારે બિલકુલ સામાન્ય બની રહ્યા છે.