ગુજરાત

gujarat

ETV Bharat / state

આજથી હોળાષ્ટકનો થયો પ્રારંભ, એક અઠવાડિયા સુધી શુભ કાર્યો પર બ્રેક

આજથી હોળાષ્ટકનો પ્રારંભ થઈ ગયો છે. એક અઠવાડિયા સુધી તમામ પ્રકારના શુભ કાર્યો પર બ્રેક લાગશે. હોળી બાદ શુભકાર્ય રાબેતા મુજબ ચાલુ થશે.

jnd
હોળાષ્ટક

By

Published : Mar 2, 2020, 3:24 PM IST

Updated : Mar 2, 2020, 8:26 PM IST

જૂનાગઢઃ આજથી હોળાષ્ટકનો પ્રારંભ થયો છે બપોરે 12 અને 56 મિનિટ બાદ હોળાષ્ટકની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે આજથી એક અઠવાડિયા સુધી તમામ પ્રકારના શુભ કાર્યો હોળાષ્ટક હોવાને કારણે થઈ શકશે નહીં, પરંતુ તમામ પ્રકારના ધાર્મિક કાર્યક્રમો આ સમય દરમિયાન થતાં જોવા મળશે. હિન્દુ ધર્મગ્રંથ અને પ્રાચીન પરંપરાઓ મુજબ આજથી હોળાષ્ટક બેસી રહ્યા છે. જેને કારણે આજથી એક અઠવાડિયા સુધી તમામ પ્રકારના શુભ કાર્યો પર રોક લાગી જશે. પરંતુ આ સમય ગાળા દરમિયાન ધાર્મિક કાર્યક્રમો રાબેતા મુજબ ચાલતા રહેશે.

આજે બપોરના 12 અને 56 કલાકે હોળાષ્ટકની શરૂઆત થઈ ગઈ છે. જેથી એક અઠવાડિયા સુધી વિવિધ મંદિરોમાં ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થશે. આપણી પ્રાચીન હિન્દુ ધર્મની પરંપરાઓ મુજબ આદિ-અનાદિ કાળથી હોળાષ્ટકની ઉજવણી કરવામાં આવી રહી છે. હોળાષ્ટકના એક અઠવાડિયા સુધી શુભ પ્રસંગ યોજવામાં આવતા નથી. પરંતુ આ સમય દરમિયાન મંદિરોમાં ધાર્મિક કાર્યક્રમો માટે ખૂબ જ આસ્થા સાથે ભક્તો આયોજન કરતા હોય છે.

હોળાષ્ટક દરમિયાન શુભ કાર્યો કરવા વર્જિત માનવામાં આવે છે, પરંતુ આ સમય દરમિયાન કરવામાં આવેલા ધાર્મિક કાર્યક્રમને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે. હોળાષ્ટકના સમય દરમિયાન વિશ્વ પ્રસિદ્ધ ધાર્મિક રાળ ઉત્સવ પણ મનાવવામાં આવે છે.

આજથી હોળાષ્ટકનો થયો પ્રારંભ
Last Updated : Mar 2, 2020, 8:26 PM IST

ABOUT THE AUTHOR

...view details