ગુજરાત

gujarat

ETV Bharat / state

Maha Shivratri Fair: મહાશિવરાત્રિના મેળામાં બોક્સ બાબાએ ખેંચ્યું સૌનું ધ્યાન, પૂંઠાના બોક્સમાં બેસી બાબા કરશે આરાધના - Box Baba in Maha Shivratri Fair 2023 Junagadh

જૂનાગઢમાં મહાશિવરાત્રિના મેળાનો પ્રારંભ થઈ ગયો છે. ત્યારે અહીં એક બાબા એવા છે જેઓ પૂંઠાના બોક્સમાં બેસીને શિવજીની આરાધના કરશે. એટલે આ બોક્સ બાબાએ સૌનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું છે.

Maha Shivratri Fair: મહાશિવરાત્રિના મેળામાં બોક્સ બાબાએ ખેંચ્યું સૌનું ધ્યાન, પૂંઠાના બોક્સમાં બેસી બાબા કરશે આરાધના
Maha Shivratri Fair: મહાશિવરાત્રિના મેળામાં બોક્સ બાબાએ ખેંચ્યું સૌનું ધ્યાન, પૂંઠાના બોક્સમાં બેસી બાબા કરશે આરાધના

By

Published : Feb 15, 2023, 7:33 PM IST

મેળામાં બોક્સ બાબા આકર્ષણનું કેન્દ્ર

જૂનાગઢઃજૂનાગઢમાં મહાશિવરાત્રિના મહાપર્વ નિમિત્તે મેળાનો શુભારંભ થયો છે. ત્યારે આ મેળામાં બોક્સ બાબા નાગા સંન્યાસીએ આકર્ષણ જમાવ્યું છે. તેઓ આગામી 5 દિવસ સુધી બોક્સમાં જ બેસીને મહાદેવજીની પૂજા કરશે. સાથે જ તેઓ અલખને ઓટલે ધુણી ધખાવતા જોવા મળશે.

આ પણ વાંચોOkheshwar Mahadev Mandir: સુરતમાં લંડનના શિવભક્ત પોલીસ અધિકારીએ કરી શિવપૂજા, સનાતન ધર્મની કરી પ્રશંસા

પૂંઠાના બોક્સમાં બેઠા છે બાબાઃ મહાશિવરાત્રિના મેળા દરમિયાન અહીં મોટી સંખ્યામાં શિવભક્તો જોવા મળશે. ત્યારે અહીં આવેલા શિવભક્તોની રજકણ કે અન્ય ધૂળ તેમના તરફ ન પહોંચે એટલે આ બોક્સ બાબાએ પૂંઠાના બોક્સમાં બેસીને શિવજીની આરાધના શરૂ કરી છે.

મેળામાં બોક્સ બાબા આકર્ષણનું કેન્દ્રઃમહાશિવરાત્રિના મેળાનો આજથી શુભારંભ થયો છે. આજથી ચારથી પાંચ દિવસ સુધી અલખને ઓટલે ધૂણી ધખાવતા નાગા સંન્યાસીઓ શિવજીની આરાધનામાં મશગુલ બનતા જોવા મળશે. ત્યારે આ મેળામાં બોક્સ બાબા તરીકે પ્રસિદ્ધ થયેલા નાગા સંન્યાસી પૂંઠાના બોક્સમાં બેસીને શિવજીની આરાધના કરતા જોવા મળી રહ્યા છે. આ પ્રકારના નવતર પ્રયોગને લઈને તેઓ અહીં આવતાં પ્રત્યેક પ્રવાસીઓનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું છે.

આ પણ વાંચોRudraksha Shivling: 31 લાખ રૂદ્રાક્ષથી બનેલા શિવલિંગના દર્શન કરવા હશે તો જવું પડશે વલસાડ, વિશેષ આયોજન

પ્રવાસીઓની રજકણથી બચવા કર્યો નવતર પ્રયોગઃબોક્સ બાબાએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પૂંઠાના બોક્સમાં બેસવાથી પગપાળા આવેલા શિવભક્તો અને પ્રવાસીઓની રજકણ કે અન્ય ચીજવસ્તુઓ તેમના તરફ જાણે કે, અજાણે ન પહોંચી જાય. તેના માટે તેઓ બોક્સમાં બેસીને પ્રાર્થના કરી રહ્યા છે. સનાતન ધર્મ સંસ્કૃતિમાં કોઈપણ ચીજ વસ્તુ કે વ્યક્તિને પગેથી હડસેલવા માટે ની ક્રિયાને પાપ જનક માનવામાં આવે છે ત્યારે કોઈપણ શિવભક્ત આ પ્રકારના પાપોમાં જાણે કે અજાણે ન ફસાય તેને લઈને બોક્સ બાબા બોક્સમાં બેસીને આગામી મહાશિવરાત્રી સુધી અલખને ઓટલે શિવની આરાધના કરતા જોવા મળશે હાલ તો પુઠાના બોક્સમાં બેસેલા બોક્સ બાબા મેળામાં આવનાર પ્રત્યેક પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર પણ બની રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details