લીલી પરિક્રમાનો અંતિમ પડાવ એટલે બોરદેવી, જાણો ધાર્મિક મહત્વ
જૂનાગઢઃ શુક્રવારથી ગિરનારની લીલી પરિક્રમા શરૂ થવાની છે. આ પરિક્રમાનો અંતિમ પડાવ એટલે બોરદેવી. આ બોરદેવી એ જ જગ્યા છે, જ્યાં ભગવાન શ્રીકૃષ્ણએ સુભદ્રા અને અર્જુનના લગ્ન કરાવ્યા હતાં. તો ચાલો જાણીએ શું મહત્વ છે 'બોરદેવી'નું? આ 'બોરદેવી' જગ્યાનું ધાર્મિક મહત્વ જાણીએ...
શુક્રવારથી ગરવા ગઢ ગિરનારની લીલી પરિક્રમાની શુભ શરૂઆત થવાની છે. પરિક્રમાનો પ્રથમ પડાવ એટલે ભવનાથ અને અંતિમ પડાવ એટલે કે બોરદેવી. ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા લીલી પરિક્રમાની શરૂઆત કરાઈ હતી, ત્યારથી આ બોરદેવીની જગ્યાનું ધાર્મિક મહત્વ છે. ભગવાન કૃષ્ણ દ્વારા બહેન સુભદ્રા અને અર્જુનના લગ્ન થાય, તે માટે ગિરનારની પરિક્રમા કરી હતી, ત્યારબાદ પરિક્રમાની શરૂઆત થઈ હતી. પરિક્રમાના અંતિમ પડાવ એટલે કે બોરદેવી નજીકના જંગલમાં બોરડીના વૃક્ષ નીચે ભગવાન શ્રીકૃષ્ણએ તેમની બહેન સુભદ્રા અને અર્જુનના લગ્ન કરાવ્યા હતાં, ત્યારથી અહીં માં અંબાના સ્વરૂપ સમાન બોરદેવી માતાની પૂજા થતી આવે છે.