જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના કણઝા ગામે આરોગ્ય વિભાગની ટીમે રેડ કરી બે ડિગ્રી વગરના ડોકટરોને ઝડપી પાડ્યા છે. બાબુલાલ રુગનાથ દેવમુરારિ અને હરેશ કનુભાઇ સોલંકી નામના બંને ડિગ્રી વગરના તબીબો દવાખાનું ખોલી દર્દીઓની સારવાર કરતા હતા. આ ડોકટરો પાસેથી અનેક એક્સપાયર થયેલી દવાઓનો જથ્થો ઝડપાયો હતો. તાલુકા હેલ્થ ઓફિસર કે.કે.બગડા અને ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી. વંથલી પોલિસે ઔષધ અભ્યાસ અધિનિયમની અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધી બંને તબીબોની પૂછપરછ કરી છે.
જૂનાગઢ: વંથલીમાં 2 બોગસ ડોકટર ઝડ્પાયા - ભારતમાં બેરોજગારીએ ભરડો
જૂનાગઢ: ભારતમાં બેરોજગારીએ ભરડો લીધો છે. એક તરફ હક્ક માગતા યુવાનો પર પોલીસ દ્વારા બેફામ લાઠી ચાર્જ કરવામાં આવી રહ્યો છે. એન્જિનિયરિંગ ડિગ્રી વાળા બેરોજગારો પટ્ટાવાળાની ભરતીની લાઇનમાં લાગ્યા છે. ત્યારે વગર ડિગ્રી વાળાઓને જલસા છે. વંથલીના કણઝા ગામમાંથી 2 બોગસ ડોકટરો ઝડપાયા છે.
જૂનાગઢ
આ ઘટનાથી વંથલી તાલુકાના તમામ ડિગ્રી વગરના તબીબોમાં ભય બેસ્યો છે. લોકો દ્વારા પણ આવા તબીબોની માહિતી આરોગ્ય વિભાગને આપવામા આવે અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા આવા તબીબોને જેલના સળિયા પાછળ ધકેલવામા તંત્રને મદદરૂપ થાય તે જરુરી છે.