- જૂનાગઢમાં મોદીના જન્મદિનને મહાદાન એવા રક્તદાન કરીને યુવા ભાજપે ઉજવ્યો
- મોદીના જન્મદિવસ અગાઉ રેડક્રોસ હોલમાં રક્તદાન કેમ્પનું આયોજન કરાયું
- ભાજપના કાર્યકરોએ કર્યું રક્તદાન, અંદાજિત 70 યુનિટ જેટલું રકત એકત્રિત થયું
જૂનાગઢમાં PM મોદીના જન્મદિવસને લઈ યુવા ભાજપ દ્વારા કરાયું રક્તદાન કેમ્પનું આયોજન - જૂનાગઢમાં રક્તદાન કેમ્પ યોજાયો
વડાપ્રધાન મોદીના જન્મદિવસને લઇને સમગ્ર દેશમાં સેવા સપ્તાહ નામનો કાર્યક્રમ યુવા ભાજપ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત જૂનાગઢમાં રેડક્રોસ ખાતે બુધવારના રોજ રક્તદાન કેમ્પ કરીને મોદીના જન્મદિવસની અગાઉ વિશેષ ઉજવણી કરવામાં આવી હતી.
જૂનાગઢ
જૂનાગઢ: વડાપ્રધાન મોદીના જન્મદિવસને લઇને સમગ્ર દેશમાં એક સપ્તાહ અગાઉ ઉજવણીની શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત સેવા સપ્તાહ કાર્યક્રમ યુવા ભાજપ દ્વારા મોદીના જન્મદિવસ અગાઉ રક્તદાન કેમ્પનું આયોજન કરીને મોદીના જન્મદિવસની વિશેષ અને અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. મોદીના જન્મદિવસને લઇને બુધવારની પૂર્વસંધ્યાએ રેડક્રોસ હોલમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.