શ્રાવણના અંતિમ સોમવારે ભગવાન ભોળાનાથ પર કરાયો સવા લાખ બિલીપત્રનો અભિષેક,જુઓ Video - બિલીપત્રનો અભિષેક
જૂનાગઢ : હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને આગામી દિવસોમાં હવે શ્રાવણ મહિનો તેની ભવ્ય પૂર્ણાહુતિ તરફ આગળ જઇ રહ્યો છે.ત્યારે ભવનાથ તળેટીમાં આવેલા ગોરખનાથ આશ્રમમાં ભગવાન ભોળાનાથ સોમનાથ મહાદેવના રૂપમાં બિરાજમાન છે. ત્યારે શિવભક્તો ભોળાનાથની પૂજા- અર્ચના કરીને રીઝવી રહ્યા છે.
ભોળાનાથને શ્રાવણ મહિનામાં વિવિધ પ્રકારે અભિષેક કરવામાં આવતો હોય છે, જેમાં શેરડીનો રસ, મધ, દૂધ, પંચામૃત, ગંગાજળ અને બિલીપત્રનો અભિષેક ભગવાન ભોળાનાથને કરવામાં આવતો હોય છે. ભગવાન શિવને પ્રિય એવું બિલીપત્ર ભાવિકો માટે ખૂબ જ આસ્થા ધરાવે છે.શ્રાવણ મહિનામાં ભોળાનાથના ભક્તો ભગવાન શિવ પર બિલીપત્રનો અભિષેક કરીને શિવજીને રીઝવતા હોય છે. શ્રાવણ મહિનો શિવની ભક્તિ માટે ખૂબ જ મહત્વનો ગણાય છે. ત્યારે શ્રાવણ મહિનામાં ભગવાન ભોળાનાથ પર સવા લાખ બિલીપત્રનો અભિષેક કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી.