ગુજરાત

gujarat

ETV Bharat / state

પશુપાલકો સરકાર સામે આકરા પાણીએ, બેનર-પોસ્ટરથી વિરોધ પ્રદર્શન - maldhari samaj demands in Mangrol

જૂનાગઢ વિસ્તારમાં માલધારી સમાજ ભાજપ (maldhari samaj protest in Mangrol) સરકારથી ભારે રોષે ભરાયા છે. માલધારી સમાજે ભાજપ વિરોધ કરતા પોસ્ટરો લગાવવાની શરૂઆત કરી છે. આગામી સમયમાં હકારાત્મક પ્રતિભાવ નહીં મળે તો સમગ્ર (Junagadh maldhari samaj protest) રાજ્યમાં વિરોધની ચીમકી વ્યક્ત કરી છે. (BJP protest posters In Junagadh)

ગાયુના ગોવાળીયાઓ સરકાર સામે આકરા પાણીએ, બેનરો પોસ્ટરો મારી વિરોધ પ્રદર્શન
ગાયુના ગોવાળીયાઓ સરકાર સામે આકરા પાણીએ, બેનરો પોસ્ટરો મારી વિરોધ પ્રદર્શન

By

Published : Oct 21, 2022, 12:51 PM IST

જૂનાગઢ વિધાનસભાની ચૂંટણીને લઈને હવે ધીમે ધીમે રાજકારણ વધુ ગરમાઇ રહ્યું છે. ત્યારે વિધાનસભાની ચૂંટણીમાં માલધારી સમાજ ભાજપની સામે જોવા મળી રહ્યો છે. જુનાગઢ જિલ્લાની માંગરોળ વિધાનસભા બેઠક પર 20 જેટલા ગામોમાં (maldhari samaj protest in Mangrol) માલધારી સમાજે ભાજપનો વિરોધ કરતા પોસ્ટરો લગાવવાની શરૂઆત કરી છે. માલધારી સમાજને થઈ રહેલા અન્યાય અને નુકસાન સામે રાજ્ય સરકાર હકારાત્મક પ્રતિભાવ નહીં આપતા સમગ્ર રાજ્યમાં વિરોધની ચીમકી વ્યક્ત કરી છે. (BJP protest posters In Junagadh)

માલધારી સમાજે ભાજપ વિરુદ્ધ લગાવ્યા પોસ્ટર, વિરોધને રાજ્યવ્યાપી કરવાની આપી ચિમકી

પ્રવેશબંધી ફરમાવતા પોસ્ટર આ અભિયાન પ્રથમ ચરણમાં જુનાગઢ જિલ્લાની માંગરોળ વિધાનસભા બેઠક પર આવતા શાપુર ખોડાદા, માનખેત્રા, કુકસવાળા સહિત 20 જેટલા ગામોમાં લગાવવામાં આવ્યા છે. આગામી દિવસોમાં જૂનાગઢ સહિત રાજ્યની તમામ વિધાનસભા બેઠક પર કે જ્યાં માલધારી સમાજના મતો નોંધાયા છે. તેવી તમામ બેઠકો પર માલધારી સમાજ ભાજપના ઉમેદવાર અને કાર્યકરોનો વિરોધ કરીને ગામમાં પ્રવેશબંધી ફરમાવતા પોસ્ટર અને બેનર લગાવવાનું અભિયાન સમાજના ભૂવાઆતાના માર્ગદર્શન નીચે શરૂ કરાયું છે. (Junagadh maldhari samaj protest)

કેટલીક માન્યતાઓ રદવર્ષ 2006માં રાજ્યના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નેશમાંથી સ્થળાંતરિત થઈને શહેર કે જંગલ વિસ્તાર બહાર સ્થાયી થયેલા માલધારી સમાજના 17,551 જેટલા વિગત દર્શક કાર્ડ મોદી સરકારે માલધારીઓને આપ્યા હતા. આ પ્રમાણપત્રો વર્તમાન ભુપેન્દ્ર પટેલ સરકાર માન્ય રાખતી નથી જેને લઈને માલધારી સમાજમાં વ્યાપક રોષ ઉભો થયો છે. સપ્ટેમ્બર મહિનાની નવમી તારીખે કેશોદ નજીક પાણીધ્રા ગામમાં માલધારી સમાજનું મહાસંમેલન યોજાયું હતું. તેમાં સરકાર વિરુદ્ધ પ્રહારોપણ કરાયા હતા. તેમ છતાં સરકારે હજુ સુધી કોઈ નિર્ણય નહીં કરતા અંતે ભાજપ વિરુદ્ધ પોસ્ટર બેનર અભિયાન માલધારી સમાજે શરૂ કર્યું છે. (maldhari samaj demands in Mangrol)

ભાજપ સામે માલધારી સમાજ સમાજના અગ્રણી પંકજ રબારીએ ETV Bharatને જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા વર્ષોથી સૌરાષ્ટ્રનો અને ખાસ કરીને જંગલ અને નેશ વિસ્તારમાં રહેતો માલધારી સમાજ તેમને મળેલા આદિવાસી દરજ્જાને લઈને લડત ચલાવી રહ્યો હતો. તેનું નિરાકરણ વર્ષ 2006માં મોદી સરકાર કરશે તેવી શક્યતાઓ ઊભી થઈ હતી. પરંતુ ત્યારબાદ માલધારી સમાજને કે જેઓ નેસ અને ગીર જંગલમાં રહે છે. તેમને સ્થળાંતરિત થયા બાદ તેમનો આદિવાસીનો હક જળવાઈ રહે તેને લઈને માંગો કરી હતી. રાજ્ય સરકાર તેમને મળેલા વિગત દર્શક કાર્ડને અમાન્ય ગણાવીને સમાજને મળેલો હક્ક રદ કરવા માંગે છે. જેની સામે હવે માલધારી સમાજ રોષે ભરાયો છે. જેને લઇને આગામી ચૂંટણીમાં ભાજપની વિરુદ્ધ મતદાન કરીને માલધારી સમાજ પોતાની શક્તિ પ્રદર્શન કરશે તેવી ચીમકી તેમણે રાજ્ય સરકારને આપી છે.

ABOUT THE AUTHOR

...view details