ગુજરાતના તટ પર ત્રાટકી રહેલા સંભવિત વાયુ વાવાઝોડાને પગલે પ્રદેશ ભાજપની સૂચનાઓ અનુસાર જૂનાગઢ જિલ્લામાં શરૂ કરવામાં આવેલા કન્ટ્રોલ રૂમની મુલાકાત લીધી હતી. ભાજપ દ્વારા શરૂ કરવામાં આવેલ કન્ટ્રોલ રૂમમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણી બુધવારે મોડી રાત્રે કન્ટ્રોલ રૂમમાં હાજરી આપી હતી.
'વાયુ'ના પગલે જીતુ વાઘાણી પહોંચ્યા જૂનાગઢની મુલાકાતે - visit
જૂનાગઢઃ સંભવિત વાયુ વાવાઝોડાને પગલે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણી જૂનાગઢની મુલાકાત લીધી હતી. જૂનાગઢમાં ભાજપ દ્વારા ઉભો કરવામાં આવેલો કન્ટ્રોલ રૂમમાં હાજરી આપીને ભાજપના પદાધિકારીઓ અને કાર્યકરોને વાવાઝોડાની સ્થિતિમાં કામ કરવાની સૂચનાઓ આપી હતી.
આ કન્ટ્રોલ રૂમમાં જૂનાગઢના મેયર આદ્યશક્તિ બેન મજમુદાર શહેર ભાજપ પ્રમુખ શશીકાંત ભીમાણી સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. જીતુ વાઘાણીની જુનાગઢ મુલાકાત સાથે જૂનાગઢના પ્રભારી નીતિન ભારદ્વાજ પણ હાજર રહ્યા હતા. જૂનાગઢ જીતુ વાઘાણીએ સંભવિત વાવાઝોડા સામે લોકોને ઓછી મુશ્કેલી પડે અને જે લોકો મુશ્કેલીમાં છે, તેને કઈ રીતે બહાર કાઢવા અને તેને મદદરૂપ બનવું તેના અંગે જુનાગઢના પદાધિકારીઓ અને પક્ષના કાર્યકરોને સૂચનાઓ આપી 24કલાક શરૂ કરવામાં આવેલા કન્ટ્રોલ રૂમમાં બેસીને લોકોની સેવા કરવાની તક ઝડપવાનો આદેશ કર્યો હતો.