બે દિવસ પહેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે અમદાવાદમાં ભાજપ કાર્યાલય ખાતે પીવાના પાણીના ટેન્કરને લઈને આપેલા નિવેદનને ગુજરાતમાં પીવાના પાણીના ટેન્કર દોરતા હોય તેવી ઘટના ભૂતકાળ બની ગઈ છે. તેવો દાવો કર્યો હતો, પરંતુ જૂનાગઢમાં જ ભાજપ સમર્થકના ઘરે આજે પણ પીવાના પાણી માટે ટેન્કરની મદદ લેવામાં આવી રહી છે.
ત્યારે કેન્દ્રમાં બીજી વખત ભાજપનો ઝળહળતો વિજય થયો હતો, જેની ઉજવણીના ભાગરૂપે બે દિવસ પહેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં ખાસ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
પાણીની સમસ્યા મુદ્દે અમતિ શાહનું નિવેદન જૂનાગઢમાં દેખાઈ રહ્યું છે અવાસ્તવિક - bjp
જૂનાગઢઃ બે દિવસ અગાઉ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે અમદાવાદમાં ભાજપ કાર્યાલય ખાતે પીવાના પાણીના ટેન્કરને લઈને આપેલા નિવેદનની જૂનાગઢમાં હવા નીકળતી જોવા મળી રહી છે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પીવાના પાણીના ટેન્કરને લઈને આપેલા નિવેદન
જે ખાનપુર કાર્યાલયમાં યોજવામાં આવેલી સભામાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ગુજરાતમાં પીવાના પાણીથી લઈને સિચાઈ માટેના પાણીની કોઇ સમસ્યા જ નથી તેવો દાવો કર્યો હતો. અમિત શાહના મત મુજબ, એક વખત એવો હતો કે ગુજરાતને ટેન્કર રાજના ગુજરાત તરીકે ઓળખવામાં આવતું હતું, પરંતુ આજે સમગ્ર ગુજરાતમાં ટેન્કર ભૂતકાળ બની ગયું છે, તેવો દાવો અમીત શાહે કર્યો હતો, પરંતુ જૂનાગઢમાં અમિત શાહના દાવાની જાણે કે હવા નીકળી જતી હોય તેવો ઘાટ જોવા મળ્યો હતો.