ગુજરાત

gujarat

ETV Bharat / state

સાંસદની દાદાગીરી, ભાજપ તરફી મતદાન નહીં થાય તો... રાજેશ ચુડાસમાનો વીડિયો વાઈરલ - BJP MP Rajesh Chudasama

જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાનો (BJP MP Rajesh Chudasama) એક વીડિયો હાલમાં વાઈરલ થઈ રહ્યા છે. અહીં કાર્યાલયના ઉદ્ઘાટન દરમિયાન તેમણે સભા સંબોધી હતી. તે દરમિયાન તેમણે કોળી સમાજ સાથે ભાજપ તરફી મતદાન કરવા ધમકીભરી ભાષામાં (Rajesh Chudasama threats to koli community) વાત કરી હતી. આ સાથે જ તેમના કપાળ પર લોકસભાની ચૂંટણીની (Lok sabha Election 2024) ચિંતા સ્પષ્ટ જોવા મળી હતી.

સાંસદ રાજેશ ચુડાસમાએ ભાજપ તરફી મતદાન કરવા પોતાના જ સમાજને આપી ધમકી, દાદાગીરીનો વીડિયો વાઈરલ
સાંસદ રાજેશ ચુડાસમાએ ભાજપ તરફી મતદાન કરવા પોતાના જ સમાજને આપી ધમકી, દાદાગીરીનો વીડિયો વાઈરલ

By

Published : Nov 19, 2022, 12:18 PM IST

Updated : Nov 19, 2022, 12:33 PM IST

જૂનાગઢરાજ્યમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Election 2022) માટે ભાજપના રાષ્ટ્રીય નેતાઓ રાજ્યભરમાં પરિભ્રમણ કરી રહ્યા છે. તેવામાં હવે જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા પ્રચાર દરમિયાન વિવાદમાં સપાડાયા છે. સાંસદનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં તેમના કપાળ પર વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીની (Lok sabha Election 2024) ચિંતાઓ સ્પષ્ટ જોવા મળી હતી. તેમણે અહીં કાર્યાલયના ઉદ્ઘાટન કાર્યક્રમમાં જાહેર સભામાં કોળી સમાજને ભાજપ તરફી મતદાન કરવા ધમકીભરી ભાષામાં (Rajesh Chudasama threats to koli community) વાત કરી હતી.
જૂનાગઢના સાંસદે કોળી સમાજ સાથે કરી ધમકીભરી ભાષામાં વાતજૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાએ (BJP MP Rajesh Chudasama) આગામી રાજ્ય વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં ધમકીભરી ભાષામાં કોળી સમાજ સાથે વાત કરી હતી. તેમણે ભાજપ તરફી મતદાન કરવા માટે અપીલ કરી હતી. સોમનાથ બેઠક પર ભાજપના ઉમેદવાર માનસિંહ પરમારના ચૂંટણી કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે રાજેશ ચુડાસમાના કપાળ પર આગામી લોકસભા 2024ની ચૂંટણીની ચિંતાઓની લકીરો પણ જોવા મળી હતી.

ચારેય બેઠકો પર કોળી સમાજનો દબદબો

ચારેય બેઠકો પર કોળી સમાજનો દબદબોવખતની ચૂંટણી (Gujarat Election 2022) તેમના માટે લોકસભાની ટિકીટને લઈને ખૂબ મહત્વની મનાય છે. તેમણે સમાજને ભાજપ તરફી મતદાન કરવાની ધમકીભરી ભાષામાં વાત કરી છે અને કોળી સમાજના આગેવાનો અને કાર્યકરોને સ્પષ્ટ જણાવી દીધું છે કે, ચૂંટણીના સમયમાં બેધારી નીતિ રાખવી હોય તો સાંસદ રાજેશ ચુડાસમાની કાર્યાલય અને તેના ઘરના દરવાજા તમામ માટે કાયમી ધોરણે બંધ કરી દેવામાં આવશે. ગીર સોમનાથ જિલ્લાની ચારેય વિધાનસભા બેઠક પર કોળી સમાજનો ખૂબ મોટો દબદબો છે. ત્યારે ચૂંટણીના સમયમાં કોળી સમાજના મતદારોને કોળી આગેવાન અને જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાએ (BJP MP Rajesh Chudasama) ધમકી ભરી ભાષામાં વાત કરી છે

ગતિ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો થયો હતો કારમો પરાજયવર્ષ 2017માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં (Gujarat Election 2022) ભાજપનો કારમો પરાજય થયો હતો. અહીં ચારેય બેઠક પર કોળી સમાજના મતદારોનો દબદબો છે. ત્યારે જૂનાગઢના સંસદ રાજેશ ચુડાસમા (BJP MP Rajesh Chudasama) ખુદ કોળી સમાજમાંથી આવે છે, પરંતુ રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં કેશોદ વિધાનસભાને બાદ કરતા 8 બેઠકો પર ભાજપનો પરાજય થયો હતો, જેનો રોષ સાંસદ રાજેશ ચુડાસમાએ વર્ષ 2022ની ચૂંટણીમાં કોળી સમાજના મતદારો અને આગેવાનો પર ઉતાર્યો છે.

સમાજના ધારાસભ્યોની સંખ્યા વધારવામાં આગેવાનો વ્યસ્તસાંસદ રાજેશ ચુડાસમાએ (BJP MP Rajesh Chudasama) કોળી સમાજના આગેવાનોને રાજ્ય વિધાનસભામાં ધારાસભ્યોની સંખ્યા વધારવા માટે કામ કરતા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. તેમણે ગુલદસ્તાનું ઉદાહરણ આપીને કોળી સમાજ પર કટાક્ષ કર્યો હતો કે, ગુલદસ્તામાં અલગ અલગ રંગ અને સુગંધના ફૂલ હોય તો ગુલદસ્તાનું મૂલ્ય વધી જાય છે, પરંતુ એક જ કલરના ફુલ ગુલદસ્તાના મૂલ્યને ઘટાડે છે. ત્યારે કોળી સમાજે પણ હવે જાગૃત થવું પડશે અને અન્ય જ્ઞાતિના ઉમેદવારોને મત આપીને તેમના પ્રતિનિધિ ચૂંટવાની દિશામાં આગળ વધવું પડશે. જો આમ નહીં કરવામાં આવે તો, વર્ષ 2024ની લોકસભાની સામાન્ય ચૂંટણીમાં (Lok sabha Election 2024) સાંસદ રાજેશ ચુડાસમાને વ્યક્તિગત નુકસાન થઈ શકે તેમ છે આવો તેમણે જાહેરમાં સ્વીકાર કર્યો હતો

કૉંગ્રેસના ધારાસભ્ય પાસે જવા કરતાં કમળનું બટનને દબાવોકાર્યાલય ઉદ્ઘાટન પ્રસંગે સાંસદ રાજેશ ચુડાસમાએ (BJP MP Rajesh Chudasama) ઉપસ્થિત કોળી આગેવાનો અને મતદારોને ખૂબ જ માર્મિકતા સાથે મત આપવાની વિનંતી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, કૉંગ્રેસના ધારાસભ્ય પાસે કામ કરાવવા જવું તેના કરતાં ભાજપના કમળના બટનને દબાવીને ભાજપના ધારાસભ્યોને ચૂંટણીમાં જીતાડવાની રાજેશ ચુડાસમાએ કોળી મતદાર અને આગેવાનોને ટકોર કરી હતી.

Last Updated : Nov 19, 2022, 12:33 PM IST

ABOUT THE AUTHOR

...view details