- માંગરોળમાં કોવિડ સેન્ટર શરૂ કરવા માટે ભાજપ આગેવાનોએ મુલાકાત લીધી
- સરકારી હોસ્પિટલના ડોક્ટર સાથે બેઠક કરી
- હોસ્પિટલમાં ખૂટતી સુવિધાઓ પુરી કરવા માટે ચર્ચા કરવામાં આવી
જૂનાગઢઃ માંગરોળ સરકારી હોસ્પિટલ ખાતે કોવિડ સેન્ટર શરૂ કરવા માટે સોમવારે ભાજપ આગેવાનો દ્વારા જૂનાગઢના કલેક્ટર, આરોગ્ય અધિકારીઓની મુલાકાત લીધી હતી. જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ દિનેશ ખટારીયા ધારાસભ્ય દેવા માલમ સહિત રાજકીય આગેવાનોએ માંગરોળ સરકારી હોસ્પિટલની મુલાકાત લીધી હતી.
માંગરોળની સરકારી હોસ્પિટલમાં કોવિડ સેન્ટર શરૂ કરવા માટે ભાજપના આગેવાનોએ મૂલાકાત લીધી આ પણ વાંચોઃ IMPACT: જૂનાગઢ જિલ્લાના આરોગ્ય કેન્દ્રોમાં રેપિડ એન્ટિજન કીટની અછતને ધારાસભ્યનું સમર્થન, સંખ્યા વધારવા માગ
હોસ્પિટલમાં સુવિધાઓ પુરી પાડવા રજૂઆત કરવામાં આવી
માંગરોળ સરકારી હોસ્પિટલમાં ઓક્સિજન, ઇન્જેક્શન, ઓક્સિજન રેગ્યુલેટર, દવાઓ સહિતની સુવિધાઓ પુરી પાડવા માંગરોળ તાલુકા પંચાયત પ્રમુખ જેઠા ચુડાસમાં, રામભાઈ કરમટા, જિલ્લા ન્યાય સમિતિના ચેરમેન જીવા સોલંકી, પૂર્વ ધારાસભ્ય ભગવાનજી કરગટીયા, જિલ્લા પંચાયતના સભ્ય સોમાત વાસણ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. હોસ્પિટલમાં પૂરતા પ્રમાણમાં દવાઓ અને ઈન્જેક્શન મળી રહે તે માટે તબીબ અને હેલ્થ ઓફીસર દ્વારા ચર્ચાઓ કરવામાં આવી હતી. જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ દિનેશ ખટારિયા અને જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ દ્વારા તમામ સુવિધાઓ પુરી પાડવા ખાતરી આપવામાં આવી હતી.
આ પણ વાંચોઃ જૂનાગઢમાં કોરોનાનું ટેસ્ટિંગ કરવા વધુ 12 કોવિડ રથનું પ્રસ્થાન