ગુજરાત

gujarat

ETV Bharat / state

આગામી 12મી તારીખે દ્વારકા-ઝાંઝરકાથી શરૂ થશે ભાજપની ગૌરવ યાત્રા - Junagadh politics

સમગ્ર ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના (Gujarat Assembly election 2022) પડધમ વાગી રહ્યા છે. સૌરાષ્ટ્રના જૂનાગઢમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ ચાલું થઈ ચૂકી છે. ભાજપે આ માટે આયોજન ગોઠવી દીધું છે. જૂનાગઢમાં ભાજપ (Junagadh BJP) તરફથી ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે જુદી જુદી વિધાનસભા બેઠકમાં ફરી વળશે. જોઈએ એક અહેવાલ.

આગામી 12મી તારીખે દ્વારકા-ઝાંઝરકાથી શરૂ થશે ભાજપની ગૌરવ યાત્રા
આગામી 12મી તારીખે દ્વારકા-ઝાંઝરકાથી શરૂ થશે ભાજપની ગૌરવ યાત્રા

By

Published : Oct 9, 2022, 7:06 PM IST

જૂનાગઢઃઆગામી 12મી તારીખથી વિધાનસભાની (Gujarat Assembly Election 2022) સામાન્ય ચૂંટણીઓને લઈને ભાજપ દ્વારા રાજ્યમાં ગૌરવ યાત્રાનું આયોજન થયું છે. તે અંતર્ગત સૌરાષ્ટ્રમાં પણ ઝાંઝરકા અને દ્વારકાથી ગૌરવ યાત્રાનું (BJP Gauravyatra Procession) આયોજન કરાયું છે. જેમાં એક યાત્રા દેવભૂમિ દ્વારકાથી શરૂ થઈને પોરબંદર પૂર્ણ થશે. તો બીજી યાત્રા સુરેન્દ્રનગરના ઝાંઝરકાથી શરૂ થઈને પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના ચરણોમાં પૂર્ણ થશે. આ યાત્રાને ભાજપની ચૂંટણી તૈયારીના ભાગરૂપે જોવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રમાં ગત ચૂંટણી દરમિયાન ભાજપનું નબળું પ્રદર્શન આ યાત્રા માટે કારણભૂત હોવાનું પણ રાજકીય સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.

આગામી 12મી તારીખે દ્વારકા-ઝાંઝરકાથી શરૂ થશે ભાજપની ગૌરવ યાત્રા

ભાજપની ગૌરવયાત્રાઃઆગામી સમયમાં રાજ્ય વિધાનસભાની ચૂંટણી કોઈ પણ સમયે આવી શકે છે. તેને ધ્યાને રાખીને પ્રદેશ ભાજપ દ્વારા રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠક પર ગૌરવ યાત્રાનું આયોજન કર્યું છે. જે પૈકી સૌરાષ્ટ્રની ખૂબ નબળી ગણાતી બેઠકો પર બે ગૌરવ યાત્રાનું આયોજન કરાયું છે. જે પૈકીની પ્રથમ ગૌરવયાત્રા દેવભૂમિ દ્વારકાથી શરૂ થઈને રાષ્ટ્રપિતાના જન્મ સ્થળ પોરબંદર ખાતે પૂર્ણ થશે. બીજી તરફ સુરેન્દ્રનગરના ઝાંઝરકાથી શરૂ થઈને બીજી યાત્રા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના ચરણોમાં પૂર્ણ થશે.

ધાર્મિક સ્થાન છેઃ સુરેન્દ્રનગરનુ ઝાંઝરકા ધાર્મિક સ્થાન સમગ્ર રાજ્યમાં દલિતોના ધાર્મિક સ્થાન તરીકે ઓળખાય છે. સમગ્ર રાજ્યના દલિતો ઝાંઝરકા ધાર્મિક સ્થાન સાથે જોડાયેલા છે. જેને લઈને પણ સૌરાષ્ટ્રની બે ગૌરવયાત્રા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ગત વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં રાજકોટને બાદ કરતા ભાજપનું ખૂબ નબળું પ્રદર્શન જોવા મળ્યુ હતુ. જેને લઈને પણ ભાજપની બંને ગૌરવ યાત્રા ખૂબ જ મહત્વની મનાય છે.

આગામી 12મી તારીખે દ્વારકા-ઝાંઝરકાથી શરૂ થશે ભાજપની ગૌરવ યાત્રા

નિષ્ફળતા હતીઃ જુનાગઢ ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં ભાજપ નો એક પણ ધારાસભ્ય કેશોદ વિધાનસભાને બાદ કરતા ચૂંટણી જીતવામાં નિષ્ફળ રહ્યો હતો. આવી જ પરિસ્થિતિ જામનગર સુરેન્દ્રનગર જિલ્લામાં પણ જોવા મળી હતી ત્યારે આ વર્ષે આવી રહેલી વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં ભાજપનું પ્રદર્શન સુધરે. સૌરાષ્ટ્રની તમામ બેઠકો પર ભાજપ.નો ઉમેદવાર ધારાસભ્ય બનવામાં સફળ થાય તેમને ધ્યાને રાખીને ગૌરવ યાત્રાનું આયોજન કરાયું છે.

કોંગ્રેસને ફાયદોઃ ગત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસના રાષ્ટ્રીય નેતૃત્વ અને અગ્રણી નેતાઓ દ્વારા સોમનાથ દ્વારકા પોરબંદર સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના ધાર્મિક સ્થાનોની મુલાકાત ચૂંટણી પૂર્વે લીધી હતી. જેનો ફાયદો કોંગ્રેસને પરિણામોમાં થયો અને તેના મોટાભાગના ઉમેદવારો રાજકોટ શહેરને બાદ કરતા ચૂંટણી જંગ જીતવામાં સફળ રહ્યા ત્યારે આ વર્ષે કોંગ્રેસ પહેલા ભાજપે ધર્મસ્થાનોને જોડતી ગુજરાત ગૌરવ યાત્રા પાંચ તબક્કામાં શરૂ કરવાનો નિર્ણય કર્યો છે જે પૈકીની બે યાત્રા દેવભૂમિ દ્વારકા થી પોરબંદર અને ઝાંઝરકા થી સોમનાથ સુધીનું આયોજન કરાયું છે જેમાં ભાજપના પ્રદેશ કક્ષાના નેતાઓ હાજર રહીને વિધાનસભા મત વિસ્તારમાં ચૂંટણી પૂર્વે ભાજપના પ્રચારનું રણશીગુ પણ ફૂકશે.

ABOUT THE AUTHOR

...view details