ગુજરાત

gujarat

ETV Bharat / state

સોમનાથમાં ભાજપ કૉંગ્રેસે એકબીજાને પાછળ મૂકવામાં રચ્યો ઈતિહાસ, એક જ ઓવરબ્રિજનું 5 દિવસમાં 3 વખત ભૂમિપૂજન - PM Narendra Modi

સોમનાથમાં 58 કરોડ રૂપિયાના ખર્ચે 2 ઓવરબ્રિજ (over bridge in Somnath) બની રહ્યા છે. ત્યારે આ બ્રિજનું ભૂમિપૂજન કરવા માટે ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે યુદ્ધ જામ્યું છે. પહેલા કૉંગ્રેસના ધારાસભ્ય અને પછી ભાજપના સાંસદે આ ઓવરબ્રિજનું ભૂમિપૂજન કરતાં લોકો પણ વિચારમાં (Bhumi Pujan over bridge in Somnath) મૂકાયા હતા.

સોમનાથમાં ભાજપ કૉંગ્રેસે એકબીજાને પાછળ મૂકવામાં રચ્યો ઈતિહાસ, એક જ ઓવરબ્રિજનું 5 દિવસમાં 3 વખત ભૂમિપૂજન
સોમનાથમાં ભાજપ કૉંગ્રેસે એકબીજાને પાછળ મૂકવામાં રચ્યો ઈતિહાસ, એક જ ઓવરબ્રિજનું 5 દિવસમાં 3 વખત ભૂમિપૂજન

By

Published : Oct 25, 2022, 11:52 AM IST

જૂનાગઢપ્રખ્યાત હિન્દી ફિલ્મ શોલેમાં ગબ્બરસિંહનો એક ડાયલોગ છે કે, છે ગોલી ઔર આદમી તીન બહોત નાઈન્સાફી હૈ. આવો જ ઘાટ જોવા મળ્યો છે સોમનાથ જિલ્લામાં. અહીં ઓવરબ્રિજના ભૂમિપૂજનને (Bhumi Pujan over bridge in Somnath) લઈને ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે જાણે હોળ લાગી છે. એક જ ઓવરબ્રિજનું 5 દિવસમાં 3 વખત ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.

સોમનાથમાં ઓવરબ્રિજ બનાવવાને લઈને લાગી હોળસોમવારે કૉંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા (Somnath MLA Vimal Chudasama) બાદ આજે સાંસદ (Rajesh Chudasama MP) રાજેશ ચુડાસમાએ 58 કરોડના ખર્ચે બનવા જઈ રહેલા સોમનાથના પ્રથમ 2 ઓવરબ્રિજનું ખાતમુહૂર્ત(over bridge in Somnath) કર્યુ હતું. કૉંગ્રેસ અને ભાજપ વચ્ચે ખાતમુહૂર્તને લઈને જાણે કે હોડ લાગી હોય તેવા દ્રશ્યો માત્ર 12 કલાક દરમિયાન જોવા મળ્યા હતા. અને આજે બીજી વખત સાંસદ રાજેશ ચુડાસમાએ (Rajesh Chudasama MP) ઓવર બ્રિજનું ખાતમુહૂર્ત કર્યુ હતું.

સોમનાથમાં ઓવરબ્રિજ બનાવવાને લઈને લાગી હોળ

સોમનાથમાં રચાયો ઈતિહાસસોમનાથના ઈતિહાસમાં પ્રથમ વખત અંદાજિત 58 કરોડ રૂપિયા ખર્ચે 2 ઓવરબ્રિજ બનવા જઈ રહ્યા છે. ત્યારે આ બ્રિજનું ભૂમિપૂજન (Bhumi Pujan over bridge in Somnath) કરવા માટે ભાજપ કૉંગ્રેસ વચ્ચે રાજકીય યુદ્ધ જામ્યું છે. રવિવારે રાત્રે સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ (Somnath MLA Vimal Chudasama) ઓવરબ્રિજના કામનું ખાતમુહૂર્ત કરી દીધું હતું. ત્યાર આજે સવારે જુનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાએ (Rajesh Chudasama MP) ફરી વખત આ બંને ઓવરબ્રિજના કામનું ખાતમુહૂર્ત કર્યુ છે.

પહેલા કૉંગી ધારાસભ્યે કર્યું ભૂમિપૂજન

ચૂંટણીની અસર ચૂંટણીનો સમય નજીક છે. ત્યારે વિકાસના કામોને લઈને હવે ભાજપ અને કોંગ્રેસ જાણે કે રીતસર હોડ લગાવતા હોય તેવા દ્રશ્યો પાછલી 12 કલાક દરમિયાન જોવા મળ્યા છે. 12 કલાક દરમિયાન બે વખત ભૂમિપૂજન કૉંગ્રેસ અને ભાજપ દ્વારા કરાયું છે. ભૂમિ પૂજનનો (Bhumi Pujan over bridge in Somnath) કાર્યક્રમ ચૂંટણીના સમયમાં લોકોની સમસ્યા કરતા ભાજપ અને કોંગ્રેસ માટે રાજકારણ કેટલું મહત્વનું છે તે દર્શાવવી આપે છે.

હાસ્યાસ્પદ સ્થિતિ જોવા મળી છેલ્લા અનેક દસકાથી સોમનાથ અને વેરાવળના લોકો રેલવે ફાટક બંધ થવાની સમસ્યાથી ખૂબ ત્રાહિમામ પોકારી ગયા હતા. 19 ઓક્ટોબરે જુનાગઢ આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) દ્વારા ઓવર બ્રિજના કામનું ઈખાતમુહૂર્ત કર્યુ હતું. ત્યારે આ જ બ્રિજનું ભાજપ અને કૉંગ્રેસના નેતાઓએ ભૂમિપૂજન કરતા હાસ્યાસ્પદ સ્થિતિ જોવા મળી હતી.

અનેક દસકાથી સોમનાથ અને વેરાવળના લોકો રેલવે ફાટક બંધ થવાની સમસ્યાથી ખૂબ ત્રાહિમામ પોકારી ગયા

ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે આક્ષેપ પ્રતી આક્ષેપ5 દિવસમાં ત્રણ વખત વેરાવળના ઓવરબ્રિજનું ભૂમિપૂજનને લઈને ભાજપ અને કૉંગ્રેસે એકબીજા પર આક્ષેપ અને પ્રતિઆક્ષેપ કર્યા હતા. સોમનાથના કૉંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ (Somnath MLA Vimal Chudasama) સમગ્ર કામ તેમના કાર્યકાળ દરમિયાન અને તેમની ગ્રાન્ટમાંથી થયું હોવાનું જણાવીને આ ભૂમિ પૂજનના તેઓ એકમાત્ર હકદાર છે તેવું જણાવ્યું હતું.

બીજી વખત ભૂમિપૂજન અયોગ્ય બીજી તરફ જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાએ (Rajesh Chudasama MP) કોઈ પણ કામનું ભૂમિપૂજન વડાપ્રધાન કરી આપે ત્યારબાદ અન્ય કોઈ વ્યક્તિ તે કામનું ભૂમિ પૂજન કરી શકતો નથી તેમ કહીને કૉંગ્રેસે કરેલા ભૂમિ પૂજનને અયોગ્ય ગણાવ્યું હતું. લોકોને સમસ્યામાંથી મુક્તિ મળી નથી, પરંતુ ઓવરબ્રિજના ભૂમિપૂજનને લઈને ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે રીતસરની હોડ લાગેલી જોવા મળી રહી છે.

ABOUT THE AUTHOR

...view details