ગુજરાત

gujarat

ETV Bharat / state

વૉર્ડ નંબર 15મી પેટા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરોએ નોંધાવી ફરિયાદ - જૂનાગઢ મહાનગરપાલિકા

જૂનાગઢ મહાનગરપાલિકાની વૉર્ડ નંબર 15મી ખાલી પડેલી એક બેઠક માટે પેટા ચૂંટણી યોજાવા જઇ રહી છે. જેમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે કોઈ મામલાને લઈને બબાલ થતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. બન્ને પક્ષોએ સામસામે પોલીસ ફરિયાદ દાખલ કરતા સી ડિવિઝન પોલીસે બન્ને પક્ષોની ફરિયાદ લઈને વધુ તપાસ હાથ ધરી છે .

કોંગ્રેસના કાર્યકર
કોંગ્રેસના કાર્યકર

By

Published : Feb 7, 2021, 8:58 PM IST

  • ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો એકબીજા સામે બાખડતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો
  • બન્ને પક્ષોએ એકબીજા સામે નોંધાવી સી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ
  • પોલીસે બન્ને પક્ષોની ફરિયાદ લઇને તપાસ હાથ ધરી

જૂનાગઢ : JMC એટલે કે જૂનાગઢ મહાનગરપાલિકાના વૉર્ડ નંબર 15મી એકમાત્ર બેઠક પર આગામી દિવસોમાં મતદાન યોજવામાં આવશે. આવેદનપત્ર ભરવાના અંતિમ દિવસે કોંગ્રેસના ઉમેદવારે આવેદનપત્ર ભરીને ચૂંટણીજંગમાં ઝંપલાવ્યું હતું. ત્યારે શુક્રવારે વૉર્ડ નંબર 15ના વિસ્તારમાં ભાજપના કેટલાક કાર્યકરો ચૂંટણીપ્રચાર અર્થે જતા હતા. જે દરમિયાન કોંગ્રેસના કેટલાક કાર્યકરો વચ્ચે પ્રથમ શાબ્દિક બોલાચાલી થયા બાદ મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો. જેમાં ભાજપના એક કાર્યકરને ઈજા થતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. ત્યારે બન્ને પક્ષોએ એકબીજા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે બન્નેે પક્ષની ફરિયાદ લઈને વધુ તપાસ હાથ ધરી છે.

વૉર્ડ નંબર 15ની ચૂંટણી હંમેશા વિવાદમાં સપડાય છે

જૂનાગઢ મહાનગરપાલિકાના વૉર્ડ નંબર 15 દરેક ચૂંટણીમાં ચર્ચાના એરણે ચડતો હોય છે. ગત સામાન્ય ચૂંટણીમાં પણ આ વૉર્ડમાં ચૂંટણી પ્રચારને લઈને માથાકૂટના બનાવો સામાન્ય બની ગયા હતા. ત્યારે વધુ એક વખત વૉર્ડ નંબર 15માં આવેલી પેટા ચૂંટણીમાં પણ પ્રથમ દિવસે બબાલની શરૂઆત થઇ ચૂંકી છે, ત્યારે આગામી દિવસોમાં હજૂ પણ કેટલાક કિસ્સાઓમાં ભાજપ કોંગ્રેસ સહિત અન્ય પક્ષના કાર્યકરો વચ્ચે ચૂંટણી પ્રચારને લઈને ચકમક જરી શકે છે. હાલ તો જૂનાગઢ સી ડિવિઝન પોલીસે બન્ને પક્ષોની ફરિયાદ લઈને વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details