ગુજરાત

gujarat

ETV Bharat / state

જૂનાગઢ મનપાની ચૂંટણી માટે ભાજપ બાદ હવે કોંગ્રેસે પણ જાહેર કર્યો મેનિફેસ્ટો - Gujarati News

જૂનાગઢઃ સોમવારે મેનિફેસ્ટો જાહેર કરવાનો દિવસ હોય તેને લઈ આજે સવારે ભાજપ અને ત્યાર બાદ બપોર પછી કોંગ્રેસે જૂનાગઢ મનપાની ચૂંટણીને લઈને તેમનું વચન પત્રજાહેર કર્યું હતું. મનપા ચૂંટણીને હવે માત્ર એક અઠવાડિયા કરતા પણ ઓછો સમય છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા સોમવારે તેમનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો. આજનો દિવસ જૂનાગઢના રાજકારણ માટે ચૂંટણી ઢંઢેરાનો દિવસ રહ્યો હતો.

Junagadh

By

Published : Jul 15, 2019, 9:37 PM IST

જે પ્રમાણે ભાજપે તેમનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો, તેવી જ રીતે કોંગ્રેસે પણ પ્રદેશ આગેવાનોની હાજરીમાં ચૂંટણી ઢંઢેરો પ્રસિદ્ધ કર્યો હતો. ભાજપના ચૂંટણી ઢંઢેરામાં જે વચનો આપવામાં આવ્યા છે, તેવા જ વચનો જૂનાગઢની જનતા માટે કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં પણ જોવા મળી રહ્યા છે. કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં ભાજપ દ્વારા કરવામાં આવેલા ભ્રષ્ટાચારની તપાસ કરવામાં આવશે તેવું વચન ભાજપના ચૂંટણી ઢંઢેરા કરતા અલગ પડી આવે છે. બાકી મોટાભાગના વચનો ભાજપની જેમ જ કોંગ્રેસે પણ જૂનાગઢની જનતાને આપીને જૂનાગઢનો ગઢ જીતવાની તૈયારીઓ શરૂ કરી છે.

જૂનાગઢ મનપાની ચૂંટણીને લઈને ભાજપ બાદ કોંગ્રેસે પણ જાહેર કર્યો મેનિફેસ્ટો

ABOUT THE AUTHOR

...view details