ગુજરાત

gujarat

ETV Bharat / state

Christmas 2023 : જૂનાગઢમાં નાતાલ પર્વ નિમિત્તે ભગવાન ઈસુનો જન્મોત્સવ ઉજવાયો - જૂનાગઢ ઈસાઈ ધર્મના અનુયાયી

25 ડિસેમ્બર એટલે કે આજે ઈસાઈ ધર્મના ભગવાન ઇસુનો જન્મદિવસ સમગ્ર વિશ્વમાં મનાવવામાં આવી રહ્યો છે. ભગવાન ઈસુનો જન્મદિવસ આજે પ્રેમ, ભાઈચારા અને શાંતિના પ્રતિક રૂપે ઉજવવામાં આવી રહ્યો છે. જૂનાગઢમાં આવેલા ચર્ચમાં આજે ખાસ વિશેષ પ્રાર્થના સભાની સાથે ભગવાન ઈસુના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.

Christmas 2023
Christmas 2023

By ETV Bharat Gujarati Team

Published : Dec 25, 2023, 3:38 PM IST

ભગવાન ઈસુનો જન્મોત્સવ ઉજવાયો

જૂનાગઢ : 25 ડિસેમ્બરના રોજ સમગ્ર વિશ્વમાં ઈસાઈ ધર્મના ભગવાન ઇસુનો જન્મદિવસ મનાવવામાં આવે છે. ત્યારે જૂનાગઢમાં આવેલા ચર્ચ ખાતે ભગવાન ઈસુના જન્મદિવસને લઈને વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. સામાન્ય રીતે જન્મદિવસનો પ્રસંગ કોઈપણ વ્યક્તિ માટે ખૂબ મહત્વનો હોય છે, ત્યારે કોઈ એક ધર્મના ભગવાનનો જન્મદિવસ ખૂબ વિશેષ બનતો હોય છે. તે પ્રકારે ઈસાઈ ધર્મના લોકોએ આજે ભગવાન ઈસુનો જન્મદિવસ મનાવ્યો હતો.

નાતાલ પર્વની ઉજવણી : આગામી બે દિવસ સુધી જૂનાગઢના ચર્ચમાં મોટી સંખ્યામાં ઈસાઈ ધર્મની સાથે અન્ય ધર્મના લોકો પણ ભગવાન ઈસુના દર્શન કરવા માટે આવશે. પાછલા કેટલાક વર્ષોની સરખામણીએ નાતાલ પર્વને લઈને ખાસ કરીને યુવાન અને બાળકોમાં વિશેષ ઉત્સાહ જોવા મળતો હોય છે. ત્યારે આગામી બે દિવસ સુધી આ પ્રકારનો માહોલ જૂનાગઢના ચર્ચમાં જોવા મળશે. ભગવાન ઈસુના જન્મદિવસ પર્વ નાતાલની ઉજવણી કરાશે.

નાતાલ પર્વની ઉજવણી

ભગવાન ઈસુનો જન્મદિવસ :ભગવાન ઈસુનો જન્મદિવસ એટલે કે નાતાલ. આજના દિવસે પ્રત્યેક ઈસાઈ ધર્મના વ્યક્તિ ખૂબ જ ઉત્સાહ અને ઉજવણી સાથે ભગવાન ઈસુના જન્મદિવસને મનાવતા હોય છે. સર્વપ્રથમ ચર્ચમાં ભગવાન ઈસુને સમર્પિત પ્રાર્થના કરવામાં આવે છે. ત્યારબાદ ચર્ચમાં બાઇબલનું પઠન કરવામાં આવે છે. ત્યારબાદ સૌ કોઈ ભગવાન ઈસુના જન્મદિવસની એકબીજાને શુભેચ્છાઓ આપીને ખુશીનો આ પ્રસંગ ખૂબ જ ધાર્મિકતા સાથે ઉજવતા હોય છે. આજના દિવસે પ્રત્યેક ઈસાઈ પરિવારના ઘરમાં ખૂબ જ ઉજાણીની સાથે રોશની અને અલગ અલગ મિષ્ઠાન બનાવીને પણ નાતાલ પર્વની ઉજવણી થતી હોય છે.

પ્રેમ અને શાંતિનો સંદેશ : નાતાલ પર્વને લઈને જૂનાગઢ ચર્ચમાં ખાસ વિશેષ ઉજવણી અને પ્રાર્થના સભામાં હાજર રહેલ ક્રિસ્ટીના ફર્નાન્ડિઝે ETV BHARAT સાથે નાતાલ પર્વને લઈને તેમનો પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, આજનો દિવસ પ્રેમ, સદભાવના અને ભાઈચારાના દિવસ તરીકે ઈસાઈ સમાજનો પ્રત્યેક વ્યક્તિ ઉજવે છે. આજે ચર્ચમાં વિશેષ પ્રાર્થના સભાની સાથે ભગવાન ઈસુના પ્રેમના સંદેશને સમગ્ર વિશ્વમાં ફેલાવવા માટેના લોકો ચર્ચમાં આવતા હોય છે.

પ્રેમ અને શાંતિનો સંદેશ

સુંદર દિવસની ભવ્ય ઉજવણી : ઈસાઈ ધર્મના અનુયાયી જયાબેને પણ ETV BHARAT સાથે એક્સક્લુઝિવ વાતચીત કરતા જણાવ્યું હતું કે, આજના દિવસે પ્રત્યેક ઈસાઈ વ્યક્તિના ઘરમાં ખૂબ જ ખૂશી-રોશની અને આનંદનો દિવસ હોય છે. આજના દિવસે ઘરમાં મીઠાઈ બનાવીને ભગવાન ઈસુના જન્મદિવસને ઉજવવામાં આવી રહ્યો છે. કોઈપણ વ્યક્તિનો જન્મદિવસ ખાસ હોય છે, ત્યારે ઈસાઈ સમાજના ભગવાનનો જન્મદિવસ અમારા માટે ખૂબ જ મહત્વનો છે. જેથી સર્વે લોકો ઉત્સાહ અને ઉમંગ સાથે ભગવાન ઈસુના જન્મદિવસની ઉજવણીમાં જોડાયા છે.

  1. Christmas 2023 : જૂનાગઢમાં નાતાલની ખરીદીને લઇને મંદીનો માહોલ જોવા મળ્યો, વસ્તુઓમાં થયો ભાવ વધારો
  2. Christmas 2023 : દમણમાં ક્રિસમસની હર્ષોલ્લાસભેર ઉજવણી, 400 વર્ષ જૂના ચર્ચમાં ભગવાન ઈસુનો જન્મોત્સવ

ABOUT THE AUTHOR

...view details