જૂનાગઢઃઆદિ શંકરાચાર્ય જયંતિ એક મહત્વપૂર્ણ હિંદુ તહેવાર છે. જે પ્રાચીન ભારતના મહાન દાર્શનિક અને ધર્મશાસ્ત્રીઓમાંના એક આદિ શંકરાચાર્યની યાદમાં ઉજવવામાં આવે છે. આદિ શંકરાચાર્યને અદ્વૈત વેદાંતને પુનર્જીવિત કરવા અને લોકપ્રિય બનાવવાનો શ્રેય આપવામાં આવે છે, જે હિંદુ ફિલસૂફીની મુખ્ય શાખાઓમાંની એક છે.
4 મઠોની સ્થાપના કરીઃજગતગુરુ શંકરાચાર્ય 32 વર્ષના આયુષ્ય દરમિયાન, તેમણે 4 વખત સમગ્ર ભારતવર્ષની પદયાત્રા કરી હતી. તેમની આ પદયાત્રાના નિષ્કર્ષ રૂપે પૂર્વ પશ્ચિમ ઉત્તર અને દક્ષિણ ભારતમાં 4 મઠોની સ્થાપના કરવામાં આવી હતી. જે આજે પણ જોવા મળે છે દરેક મઠ ના ગાદીપતિ ને આજે પણ શંકરાચાર્ય તરીકે પૂજવામાં આવે છે. જગત ગુરુ શંકરાચાર્ય દ્વારા 7 અખાડાઓની સ્થાપના પણ કરવામાં આવી હતી. જે આજે સનાતન ધર્મ સંસ્કૃતિનુ પ્રતીક જાળવીને સનાતન ધર્મનો પ્રચાર અને પ્રસાર પણ અખાડાના માધ્યમથી આજે પણ થઈ રહ્યો છે.
એક જ પરમ તત્વમાં માનતા હતા જગતગુરુ શંકરાચાર્યઃઆદિ જગતગુરુ શંકરાચાર્ય એક જ પરમ તત્વ માં વિશ્વાસ રાખતા હતા. માનવ માનવ વચ્ચેનો ભેદભાવ જગતગુરુ શંકરાચાર્ય નષ્ટ કર્યો હતો અને તેથી જ તેમણે સનાતન ધર્મનો પ્રચાર અને પ્રસાર કરવાની શરૂઆત કરી હતી. આદિ જગતગુરુ શંકરાચાર્ય બ્રહ્મસૂત્ર ઉપનિષદો અને ભાગવત ગીતાનું જેવા ધાર્મિક ગ્રંથોનુ ગહન અધ્યયન કર્યા બાદ, સનાતન ધર્મની તેમની જે પરિકલ્પના હતી. તેને સમગ્ર જગત સમક્ષ પ્રસ્તુત કરી અને તેના આધારે આદિ જગતગુરુ શંકરાચાર્યે ભાષ્યની રચના કરી શંકરાચાર્ય પોતે એવું ગંભીરતાપૂર્વક માનતા હતા કે, પ્રત્યેક વ્યક્તિમાં એક પરમાત્મા ચોક્કસ પણે રહેલો હોય છે અને તેને કારણે જ જગતગુરૂ શંકરાચાર્યે વિવિધ ધર્મના વાડાઓનો વિરોધ કરીને સનાતન ધર્મનો પ્રચાર અને પ્રસાર કર્યો જેને કારણે સમગ્ર જગત આદિ ગુરુ શંકરાચાર્ય ને જગતગુરુ તરીકે પણ પૂજા કરી જે સનાતન ધર્મમાં આજે પણ થતી જોવા મળે છે.