જૂનાગઢઃઆગામી 25મી ફેબ્રુઆરી મહાશિવરાત્રિના મેળાની શરૂઆત(Junagadh Bhavnath Melo ) થઈ છે. 25મી તારીખે ભવનાથ મહાદેવ પર ધર્મની ધજા બંધાવાની સાથે આદિ અનાદિ કાળથી યોજાતા આવતા મહાશિવરાત્રીના મેળાનો (Mahashivaratri Bhavnath Melo )પ્રારંભ થવા જઈ રહ્યો છે. પાંચ દિવસ ચાલનારા આ ધર્મ ઉત્સવ 1લી માર્ચ મહાશિવરાત્રીના દિવસે પૂર્ણ થશે(Bhavnath Melo) ત્યારે કોરોના સંક્રમણને ધ્યાને રાખીને પાછલા બે વર્ષથી મહાશિવરાત્રીનો મેળો કેટલાક પ્રતિબંધો અને દિશા નિર્દેશોને ધ્યાને રાખીને યોજાઈ રહ્યો છે. પરંતુ આ વર્ષે આ મેળાનો પૂર્ણ રૂપે આયોજન થાય તેવો આશાવાદ ભવનાથ મંડળના સાધુ-સંતો વ્યક્ત કરી રહ્યા છે.
આ પણ વાંચોઃગિરનારની ગોદમાં મહાશિવરાત્રી મેળો, તો ચાલો જાણીએ ગિરનારનું મહત્વ...
આ વર્ષે મેળાનું આયોજન થાય રજૂઆત કરશે
મહાશિવરાત્રીના મેળાને લઈને હવે જૂનાગઢમાં ધીમે ધીમે ચહલ પહલ જોવા મળી રહી છે. પાછલા બે વર્ષથી આંશિક રીતે યોજાતા આવતા મેળાને લઈને હવે ભવનાથમાં પણ ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. મેળો પુર્ણરુપે થાય તે માટે સાધુ સમાજ પણ ઇચ્છા રાખી રહ્યો છે ત્યારે જૂનાગઢ મનપા પણ (Junagadh Municipal Corporation )રાજ્ય સરકારમાં રજૂઆત કરવા જઈ રહી છે. આગામી દિવસોમાં મેળાના પ્રારૂપ અને તેને કયા પ્રકારે યોજવો તેને લઈને રાજ્ય સરકાર કોઈ અંતિમ નિર્ણય જાહેર કરશે. પરંતુ આ વર્ષે ભવનાથમાં આયોજિત મહાશિવરાત્રીનો મેળો પૂર્ણ સ્વરૂપે આયોજિત થાય તેવી આશા અપેક્ષાઓ ભવનાથ મંડળના સાધુ-સંતો અને જૂનાગઢ મનપાના સત્તાધીશો પણ રાખી રહ્યા છે. પરંતુ રાજ્ય સરકાર જે રીતે મંજૂરી આપશે તે પ્રકારના શિવરાત્રીના મેળાના આયોજનને લઈને સાધુ-સંતો અને મનપા પણ પ્રતિબધ્ધ બનતી જોવા મળી રહી છે.
આ પણ વાંચોઃશિવરાત્રી મેળોઃ સંન્યાસીઓની સાથે અવધૂત માઈનું પણ આગવું ધાર્મિક મહત્વ, જુઓ ખાસ અહેવાલ