ગુજરાત

gujarat

ETV Bharat / state

2 મહિના બાદ ભવનાથ મહાદેવ મંદિરના કપાટ ભક્તો માટે ખુલ્યાં

60 દિવસ સુધી કોરોના સંક્રમણને કારણે બંધ રહેલું ભવનાથ મહાદેવ મંદિર શુક્રવારથી ફરી એક વખત ભાવિક ભક્તોના દર્શન માટે મંદિરના કપાટ ખોલવામાં આવ્યા છે મહામંડલેશ્વર હરિગીરી મહારાજની હાજરીમાં ભવનાથ મહાદેવની ધાર્મિક વિધિ વિધાન અને મંત્રોચ્ચાર સાથે પૂજા વિધિ સંપન્ન કરીને વિધિવત રીતે સામાન્ય દર્શનાર્થીઓ માટે મંદિરના કપાટ ખોલવામાં આવ્યા હતા.

2 મહિના બાદ ભવનાથ મહાદેવ મંદિરના કપાટ ભક્તો માટે ખુલ્યાં
2 મહિના બાદ ભવનાથ મહાદેવ મંદિરના કપાટ ભક્તો માટે ખુલ્યાં

By

Published : Jun 11, 2021, 4:59 PM IST

  • 60 દિવસ બાદ ભવનાથ મહાદેવ મંદિરના કપાટ ખુલ્યા
  • ધાર્મિક વિધિ વિધાન અને અભિષેક સાથે ભવનાથ મહાદેવની કરાઈ પૂજા
  • શુક્રવારથી મહાદેવના ભક્તો ભવનાથ મહાદેવના દર્શન કરી શકશે

જૂનાગઢ : 60 દિવસ બાદ ભવનાથ મહાદેવ મંદિરના કપાટ શુક્રવારથી શિવ ભક્તોના દર્શન માટે ખોલવામાં આવ્યા છે. કોરોના સંક્રમણને કારણે છેલ્લા 60 દિવસથી ભવનાથ મહાદેવ મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા મંદિરો ખોલવાની પરવાનગી આપવામાં આવતા આજથી એટલે કે 11 જૂનથી ફરી એક વખત ભવનાથ મહાદેવ મંદિરના કપાટ દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવ્યા છે.

2 મહિના બાદ ભવનાથ મહાદેવ મંદિરના કપાટ ભક્તો માટે ખુલ્યાં

વિધાન અને અભિષેક સાથે ભવનાથ મહાદેવની કરાઈ પૂજા

ભવનાથ મહાદેવ મંદિરના કપાટ ખુલી રહ્યા છે, ત્યારે શુક્રવારે વહેલી સવારે મહામંડલેશ્વર હરિગીરી મહારાજની ઉપસ્થિતિમાં ભવનાથ પરિક્ષેત્રના સાધુ, સંતો અને મહંતોની હાજરીમાં ભવનાથ મહાદેવ પર પ્રથમ ગંગાજળનો અભિષેક કરાયો હતો. ત્યારબાદ દૂધ વડે ભવનાથ મહાદેવનો અભિષેક કરાયો હતો. આ સમયે પંડિત દ્વારા ધાર્મિક મંત્રોચ્ચાર વચ્ચે ભવનાથ મહાદેવનો અભિષેક સતત ચાલતો જોવા મળ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details