જૂનાગઢભાવનગર રેલવે વિભાગે (bhavnagar division railway) જૂનાગઢ રેલવે સ્ટેશન વિસ્તારમાં (Junagadh Railway Station) આવેલા ચેતન હનુમાન (Chetan Hanuman temple) અને ચંદ્રમોલેશ્વર મહાદેવ મંદિરને 10 દિવસમાં દૂર કરવાની નોટિસ આપી છે. જો આ મંદિરના પૂજારી કે, તંત્ર સ્વયંભૂ મંદિરને દૂર નહીં કરે તો રેલવે વિભાગ બંને મંદિરોના ડિમોલિશનની (Demolition of Temples in Junagadh) કાર્યવાહી હાથ ધરાશે તેવું પણ જણાવ્યું હતું. રેલવે વિભાગના આવા વલણની સામે મંદિરના પૂજારીમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
રેલવે વિભાગે મંદિરને દૂર કરવાની આપી નોટિસ રેલવે વિભાગે મંદિરને દૂર કરવાની આપી નોટિસભાવનગર રેલવે મંડળ (bhavnagar division railway) હેઠળ આવતા જૂનાગઢ રેલવે સ્ટેશન (Junagadh Railway Station) વિસ્તારમાં આવેલા ચેતન હનુમાન મંદિર અને ચંદ્રમોલેશ્વર શિવાલયને આગામી 10 દિવસમાં દૂર કરવાની નોટિસ આપી છે. આટલા દિવસની અંદર મંદિરના પૂજારીઓ કે મંદિરનું સંચાલન કરતાં વ્યક્તિઓ હનુમાન મંદિર અને શિવાલયને સ્વયંમ દૂર નહીં કરે તો રેલવે પ્રશાસન દ્વારા આ બંને મંદિરને દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવશે તેવી નોટિસ પાઠવી દેતા જુનાગઢ શહેર અને જિલ્લામાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે.
પૂજારીઓમાં રોષ મંદિરોને દૂર કરવાની રેલવે તંત્રની નોટિસના કારણે (bhavnagar division railway) પૂજારીઓમાં પણ હવે રોષ ભભૂકી રહ્યો છે. ચૂંટણીના સમયમાં મંદિરોને દૂર કરવાની નોટિસ ભાવનગર રેલવે મંડળે આપી છે, જેને લઇને હિન્દુ સેવાભાવી સંસ્થાઓમાં પણ હવે રોષ જોવા મળી રહ્યો છે.
મંદિરના પૂજારીએ આપી માહિતીચેતન હનુમાનજી મંદિરના (Chetan Hanuman Temple) પૂજારી ઘનશ્યામ ભારતીએ રેલવે પ્રશાસન દ્વારા (bhavnagar division railway) આપવામાં આવેલી નોટિસને લઈને વાત કરતા જણાવ્યું હતું કે રેલવે પ્રશાસનના અધિકારીઓ ગઈકાલે હનુમાન મંદિરે આવીને બંન્ને મંદિર દસ દિવસમાં દૂર કરવાની નોટિસ આપી દીધી છે અને આમ નહીં કરવામાં આવે તો રેલવે પ્રશાસન દ્વારા આગામી દિવસોમાં ચેતન હનુમાનજી મંદિર (Chetan Hanuman temple) અને ચંદ્ર મોલેશ્વર શિવાલયને દૂર કરવામાં આવશે તેવી નોટિસની બજવણી કરી છે.
ભાવનગર રેલવે વિભાગે નોટિસ આપી 30 વર્ષ જૂના મંદિરઆની સામે મંદિરના પૂજારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ બંને મંદિરો પાછલા 30 વર્ષ કરતાં વધુ સમયથી અસ્તિત્વ ધરાવે છે ત્યારે. અચાનક રેલવે વિભાગે મંદિરને દૂર કરવાની નોટિસ આપતા ધર્મપ્રેમી લોકો અને આગેવાનોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે