ભારતીય કિસાન સંઘે જૂનાગઢ સહિત રાજ્યના અતિવૃષ્ટિગ્રસ્ત ખેડૂતોને આર્થિક સહાય કરવાની માગ કરી - ખેડૂતોને આર્થિક સહાય
ભારતીય કિસાન સંઘ શુક્રવારે ફરી એક વખત ખેડૂતોની વહારે આવ્યું હતું. જે પ્રકારે છેલ્લા કેટલાક સમયથી જૂનાગઢ અને સમગ્ર રાજ્યમાં અતિભારે વરસાદ પડી રહ્યો છે, આવી પરિસ્થિતિમાં ખેડૂતોના પાક ભારે વરસાદને કારણે નષ્ટ થયા છે. જેથી રાજ્યના ખેડૂતોને મદદ કરવા માટે ભારતીય કિસાન સંઘ દ્વારા કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
ભારતીય કિસાન સંઘ
જૂનાગઢ: ભારતીય કિસાન સંઘ ફરી એક વખત રાજ્યના ખેડૂતોની વહારે આવ્યું છે. જૂનાગઢમાં કિસાન સંઘના પદાધિકારીઓએ મુખ્યપ્રધાનને સંબોધીને લખેલું આવેદનપત્ર જૂનાગઢ જિલ્લા કલેકટરને આપ્યું હતું. જેમાં અતિવૃષ્ટિગ્રસ્ત જૂનાગઢ સહિત સમગ્ર રાજ્યના ખેડૂતોને આર્થિક સહાય કરવાની માગ કરવામાં આવી છે. જે પ્રકારે છેલ્લા પંદર દિવસથી સતત અને અવિરત વરસાદ પડી રહ્યો છે, આવી પરિસ્થિતિમાં ખેડૂતોનો ચોમાસુ પાક મોટેભાગે નિષ્ફળ થતા ખેડૂતોને સહાય આપવા ભારતીય કિસાન સંઘે માગ કરી છે.