ગીર બાણેજ જગ્યાના મહંત ભરતદાસ બાપુનો આજે દેહ વિલય થયો હતો. છેલ્લા કેટલાક સમયથી ભરતદાસ બાપુ કિડની સહિતની કેટલીક બીમારીથી પીડાઈ રહ્યા હતાં, જેનું આજે બપોર બાદ દેહાવસાન થયું છે. ભરતદાસ બાપુ ગીર બાણેજ વિસ્તારમાં એક માત્ર મતદાર તરીકે સમગ્ર દેશમાં પ્રખ્યાત હતાં. દરેક ચૂંટણીઓમાં બાપુ માટે અલગ મતદાન મથક ઉભું કરવાની ફરજ ચૂંટણી પંચને પડી રહી હતી, ત્યારે બાપુના દેહ વિલયને કારણે ભારતનું એક માત્ર મતદાર ધરાવતું મતદાન મથક પણ આગામી સમયમાં બંધ કરી દેવામાં આવશે.
જૂનાગઢની બાણેજ જગ્યાના મહંત ભરતદાસ બાપુ થયા બ્રહ્મલીન - Banej Bharatdas Bapu latest News
જૂનાગઢઃ બાણેજ જગ્યાના મહંત ભારતદાસ બાપુ બ્રહ્મલીન થયા છે. છેલ્લા કેટલાક સમયથી ભરતદાસ બાપુ કિડની સહિત કેટલીક બીમારીઓનો સામનો કરી રહ્યા હતા, ત્યારે આજે બપોરે બાપુએ અંતિમ શ્વાસ લીઘા હતાં. બાપુના દેહવિલયથી દેશનું એક માત્ર મતદાર ધરાવતું મતદાન મથક પણ હવે બંધ થશે.

જૂનાગઢની બાણેજ જગ્યાના મહંત ભરતદાસ બાપુ થયા બ્રહ્મલીન
જૂનાગઢની બાણેજ જગ્યાના મહંત ભરતદાસ બાપુ થયા બ્રહ્મલીન
શનિવારના રોજ બાપુની સમાધિ વિધિ ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા નજીક ધાર્મિક વિધિ મુજબ કરવામાં આવશે. બાપુના બ્રહ્મલીન થવાથી ભારતનું એક માત્ર મતદાર ધરાવતું મતદાન મથક બંધ થશે.