જૂનાગઢમાં બાઉલ વાદનનો કાર્યક્રમ જૂનાગઢ : સોરઠની ધરતી પોતાના હૈયાની માલીપા અનેક ઈતિહાસો લઈને બેઠી છે. ખાસ કરીને અવારનવાર આવતા કેટલાક પ્રસંગોમાં ડાયરો થકી લોકોને સાહિત્યની વાતું સાંભળવા મળે છે. ત્યારે હવે જૂનાગઢમાં બંગાળના ધર્મ અને લોકસાહિત્ય કલા ક્ષેત્રે સમગ્ર વિશ્વમાં નામના પામેલ બાઉલ વાદનનો કાર્યક્રમ યોજવા જઈ રહ્યો છે. બાઉલ વાદનનો કાર્યક્રમ જૂનાગઢના ઇતિહાસમાં પ્રથમ વખત રૂપાયતનના આંગણે આયોજિત થશે. બંગાળની લોકકલા અને બાઉલ વાદનને માણવા માટેની તક જૂનાગઢ વાસીઓને પ્રાપ્ત થઈ રહી છે.
બાઉલ વાદનનો કાર્યક્રમ : બાઉલ વાદન બંગાળના ધાર્મિક લોકસાહિત્ય સાથે સરખાવવામાં આવે છે. જે રીતે ગુજરાતમાં ગંગાસતી અને મીરાંબાઈના ભજનો નરસિંહ મહેતાની રચના ધાર્મિક મહત્વ ધરાવે છે. તે જ રીતે બંગાળનું બાઉલ વાદન પણ ધાર્મિક સંગીત સાથે સીધો સંબંધ ધરાવે છે, ત્યારે બાઉલ વાદનથી જુનાગઢ વાસીઓ વાકેફ થાય તે માટે 31મી તારીખે બાઉલ વાદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.
આ પણ વાંચો :ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા જૂનાગઢમાં વાર્તા લેખન સેમીનાર, રુપાયતનની મોટી ભૂમિકા
બાઉલના સથવારે લોકસાહિત્ય : જૂનાગઢમાં પાછલા ઘણા વર્ષોથી કલા સંસ્કૃતિ અને સાહિત્યને વિશ્વસ્તરીય ફલક આપનાર રૂપાયતન સંસ્થા દ્વારા બાઉલ વાદનના કાર્યક્રમો આયોજન કરાયું છે. જે રીતે સૌરાષ્ટ્રમાં ડાયરા અને ભજનની પરંપરા લોક હૈયે વસેલા છે. તેવી જ રીતે બાઉલ વાદન પણ બંગાળના ભજન અને ડાયરા સમાન માનવામાં આવે .છે બાઉલના સથવારે લોકસાહિત્ય અને ભજનોને ગવાતા હોય છે તેની ભાષા બંગાળી ચોક્કસ હોય છે.
આ પણ વાંચોશું ફરી આવશે ગુજરાતની ધરોહર લોકવાદ્યોનો જમાનો, રેલાવશે સંગીતની સુરાવલી?
બાઉલ કળા અને બાઉલ વાદન : પરંતુ હવે તે જૂનાગઢમાં આવી રહી છે અને બંગાળી લોકસાહિત્યનો આ ખજાનો ગિરનારની તળેટીમાં દેવી-દેવતાઓના અહેસાસની સાથે જુનાગઢ વાસીઓ બે રાજ્યની સંસ્કૃતિ સાથે જોડાય તેવા ઉમદા ઉદ્દેશ્ય સાથે બંગાળના લોક સાહિત્ય બાઉલ વાદનનું આયોજન થયું છે. જેમાં વિશ્વપ્રસિદ્ધ બાઉલ વાદક મધુસુદન બાઉલ હાજર રહીને બાઉલ કળા અને બાઉલ વાદનથી જુનાગઢ વાસીઓને મંત્રમુગ્ધ કરશે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ જૂનાગઢની રૂપાયતન સંસ્થામાં યુવાન લેખકો માટેના વાર્તા લેખન સેમિનારનું આયોજન થયું છે. જેમાં યુવા લેખકોને સાહિત્યકારો દ્વારા લેખન કળા માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.