- તેલીબીયામાંથી ખાદ્ય તેલ કાઢવાની દેશી ઘાણી જૂનાગઢમાં થઈ શરૂ
- ઓઇલ મિલોના ભરમારની વચ્ચે ફરી જોવા મળી છે દેશી ઘાણી
- દેશી પદ્ધતિથી ખાદ્યતેલને મેળવવામાં આવતા તેલના પોષક તત્વો જળવાતા હોવાનું અનુમાન
- લોકોના આરોગ્ય અને શરીરની તંદુરસ્તી માટે પણ આ પ્રકારનું તેલ બની શકે છે આરોગ્યવર્ધક
જૂનાગઢઃ વર્તમાન સમયમાં ઓઇલ મિલોનો રાફડો ફાટેલો જોવા મળી રહ્યો છે. તેલની માંગને પહોંચી વળવા માટે ઓઇલ મીલ ધીમે ધીમે ખૂબ જ જરૂરી બની રહી છે. ઓઇલ મીલનું પ્રમાણ વધતા વર્ષો જૂની અને પારંપરિક દેશી ઘાણી ધીરે ધીરે અદ્રશ્ય થવા લાગી હતી. આ દેશી ઘાણીનું સ્થાન વર્તમાન સમયમાં મહાકાય ઓઇલ મિલોએ લઈ લીધું છે. ત્યારે જૂનાગઢમાં ઓઇલ મિલોની ભરમારની વચ્ચે પણ દેશી ઘાણીથી પારંપરિક રીતે તેલીબીયામાંથી ખાદ્ય તેલ કાઢવાની પરંપરા હવે જૂનાગઢમાં ધીમે ધીમે ચલણમાં આવતી જોવા મળી રહી છે. વર્ષો પહેલા આ જ પ્રકારે તેલીબિયામાંથી ખાદ્યતેલ મેળવવામાં આવતું હતું.
આ પ્રકારની દેશી પદ્ધતિથી ખાદ્યતેલ મેળવવામાં આવતા તેલ ગુણવત્તા યુક્ત બને છે
દેશી ઘાણી મારફતે કાઢવામાં આવતું ખાદ્યતેલ ગુણવત્તાની દ્રષ્ટિએ ઓઇલ મિલોથી મેળવવામાં આવતાં તેલ કરતાં અનેક ગણું ચડિયાતું અને આરોગ્ય માટે લાભપ્રદ હોવાનું માનવામાં આવી રહ્યું છે. દેશી ઘાણીથી મેળવવામાં આવતું તેલ કાઢતી વખતે ખૂબ ગરમ થતું નથી. જેને કારણે તેના પોષક તત્ત્વો જળવાઈ રહે છે, તેની સામે ઓઇલ મિલોમાંથી મેળવવામાં આવતું ખાદ્યતેલ સીંગદાણાને પિસ્તા સમયે ખૂબ જ ગરમ થયેલું જોવા મળે છે. જેને કારણે તેલના કેટલાક પોષક તત્વો તેલ નિકળવાની સાથે જ નાશ પામે છે. જેની સામે દેશી ઘાણીથી કાઢવામાં આવેલું ખાદ્યતેલ ઓઇલ મીલમાંથી કાઢવામાં આવેલા ખાદ્ય તેલની સરખામણીએ ગુણવત્તાની દ્રષ્ટિએ તેમજ વધુ આરોગ્યવર્ધક હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે.
શરીર માટે ફાયદાકારક અને ગુણવત્તા યુક્ત મગફળીનું તેલ જૂનાગઢમાં નીકળી રહ્યું છે દેશી ઘાણીથી - pressed groundnut oil
વર્ષો પહેલા તેલીબીયામાંથી દેશી ઘાણી મારફતે ખાદ્ય તેલ કાઢવામાં આવતું હતું. પરંતુ સમયાંતરે તેલ મિલોના ઉછાળાની વચ્ચે આ દેશી ઘાણી અદ્રશ્ય જોવા મળતી હતી. પરંતુ જૂનાગઢમાં લોકોની આરોગ્ય સુખાકારી જળવાઈ રહે તે માટે ફરી એક વખત ધીમે ધીમે દેશી ઘાણીનું ચલણ જોવા મળી રહ્યું છે.
jungadh