ગુજરાત

gujarat

ETV Bharat / state

આખરે નરસિંહ મહેતા સરોવરના બ્યુટીફિકેશનનું ખાતમુહૂર્ત થયું

ઘણા વર્ષોના વિરામ બાદ ફરી નરસિંહ મહેતા સરોવરના બ્યુટીફિકેશન ( Beautification of Narsingh Mehta lake )ના કામનું ખાતમુહૂર્ત શરૂ થયું છે. બ્યુટીફિકેશનને લઈને પહેલાં પણ ( Narsingh Mehta lake in Junagadh ) ખાતમુહૂર્ત થયા હતાં. દલિત બાળકીઓના હાથે ભૂમિપૂજન કરાવીને ( Bhumipujan by Dalit Girls ) સમગ્ર કામની આજથી શરૂઆત કરાવવામાં આવી છે.

આખરે નરસિંહ મહેતા સરોવરના બ્યુટીફિકેશનનું ખાતમુહૂર્ત થયું
આખરે નરસિંહ મહેતા સરોવરના બ્યુટીફિકેશનનું ખાતમુહૂર્ત થયું

By

Published : Oct 22, 2022, 3:17 PM IST

જૂનાગઢ આજે વધુ એક વખત નરસિંહ મહેતા સરોવરના બ્યુટીફિકેશન ( Beautification of Narsingh Mehta lake )અને રીંગ રોડનું ખાતમુહૂર્ત થયું છે. પાછલા ઘણા વર્ષોથી નરસિંહ મહેતા સરોવર ( Narsingh Mehta lake in Junagadh ) બ્યુટીફિકેશનના કામને લઈને જૂનાગઢવાસીઓ ચાતક નજરે રાહ જોઈ રહ્યા હતા. આ પહેલાં નરસિંહ મહેતા સરોવરના બ્યુટીફિકેશનનું કામ રાજ્યના બે મુખ્યપ્રધાન અને વડાપ્રધાન બન્યા બાદ વર્ષ 2019 માં નરેન્દ્ર મોદી દ્વારા પણ કરવામાં આવ્યુ હતું. પરંતુ આજ દિન સુધી કામ શરૂ થયું ન હતું. ત્યારે આજે ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ નજીક આવતા જ ફરી એક વખત નરસિંહ મહેતા સરોવરના બ્યુટીફિકેશન અને રીંગરોડનું કામ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં દલિત બાળકીઓ દ્વારા ભૂમિપૂજન ( Bhumipujan by Dalit Girls )કરીને કામને શુભ શરૂઆત કરવામાં આવી છે.

દલિત બાળકીઓના હાથે ભૂમિપૂજન કરાવી ફરી શરુઆત

મોદીના ડ્રીમ પ્રોજેક્ટમાં નરસિંહ મહેતા સરોવર છે નરસિંહ મહેતા સરોવરના બ્યુટીફિકેશન ( Beautification of Narsingh Mehta lake )અને રીંગરોડ નું પ્રોજેક્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. મોદી જ્યારે રાજ્યના મુખ્યપ્રધાન હતા ત્યારે તેમણે બ્યુટીફિકેશનના કામનુ ખાતમુહૂર્ત કર્યુ હતુ. પરંતુ કામ કોઈ કારણો શરૂ થઈ શક્યું ન હતું.

ઇતિહાસ ખૂબ જ વિલંબવાળો મોદી વડાપ્રધાન બન્યા બાદ રાજ્યના તત્કાલીન મુખ્યપ્રધાન આનંદીબેન પટેલે પણ નરસિંહ મહેતા સરોવરના બ્યુટીફિકેશન ( Beautification of Narsingh Mehta lake )નું કામનું ખાતમુહૂર્ત કર્યું હતું. તે પણ ઘણા વર્ષો સુધી જેમનું તેમ જોવા મળ્યું. ફરી એક વખત વર્ષ 2019 માં વડાપ્રધાન બન્યા બાદ જૂનાગઢ આવેલા નરેન્દ્ર મોદીએ ફરી એક વખત ખાતમુહૂર્ત કર્યું હતું પરંતુ કામ કોઈ કારણોસર શરૂ થઈ શક્યું ન હતું. પાછલા વર્ષનો ઇતિહાસ કામના ખાતમુહૂર્તને લઈને ખૂબ જ વિલંબવાળો જોવા મળી રહ્યો છે ત્યારે આજે થયેલું ખાતમુહૂર્ત વિલંબમાં ન પરિણામે તો મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ અને લોકોની આશા ફળીભૂત થશે.

ABOUT THE AUTHOR

...view details