જૂનાગઢઃ કોરોના વાઈરસને લઈને સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આગામી 14 એપ્રિલ સુધી લોકડાઉનનો અમલ રહેશે. જેને ધ્યાને લઇને હવે માનવ માત્રની સેવા ઠેર-ઠેર થઇ રહી છે. દરેક જીવ માનવની ચિંતા કરે તે સ્વાભાવિક છે અને વિકટની આ ઘડીમાં એક માનવ જ માનવને કામ આવી શકે અને આ જ તેની ફરજ પણ માનવતા ખાતર હોઈ શકે છે.
વિકટની ઘડીમાં જૂનાગઢનું બાબા મિત્ર મંડળ આવ્યું પશુ-પંખીઓના વ્હારે - coronavirus latest news
હાલ સમગ્ર દેશમાં લોકડાઉનની પરિસ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે માનવમાત્રની ચિંતા અને સેવા સૌ કોઈ કરી રહ્યું છે. પરંતુ વિકટની આ ઘડીમાં પશુ-પક્ષીઓની સેવા કરવાનો વિચાર જૂનાગઢના બાબા મિત્ર મંડળને આવ્યો અને ગાય અને શ્વાનો માટે આજથી ખોરાકની વ્યવસ્થાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
ત્યારે આ પરિસ્થિતિમાં અનેક સામાજિક સંસ્થાઓ લોકોની સેવા માટે આગળ આવી છે અને તેમની તત્પરતા બતાવી રહી છે. પરંતુ આ ઘડીમાં મુંગા પશુ-પક્ષી અને શ્વાનો માટે જૂનાગઢનું બાબા મિત્ર મંડળ આગળ આવ્યું છે અને આ વિકટ સમા સમયમાં તેમને ખોરાક મળી રહે તે માટેનું અભિયાન શરૂ કર્યું છે.
પરંતુ લોકડાઉનને લઈને બજારો બંધ છે લોકો બજારમાં આવવાનું ટાળી રહ્યા છે. ત્યારે પશુ-પક્ષી અને યુવાનોને ખોરાકને ખૂબ જ તીવ્ર અછત ઊભી થઈ હશે તે સ્વાભાવિક છે. આ પશુ-પક્ષીઓ હાથ ક્યાંય લંબાવી શકતા નથી તેની ચિંતા કરીને મિત્ર મંડળના સભ્યો સમગ્ર જૂનાગઢમાં ફરીને શ્વાન તેમજ ગાયો અને પક્ષીઓ માટે ચણની વ્યવસ્થા કરીને સેવાની સાથે અદભૂત માનવ ધર્મ પણ નિભાવી રહ્યા છે.