ગુજરાત

gujarat

ETV Bharat / state

જનઔષધિ દિવસ: એલોપેથીના અતિરેક વચ્ચે પણ આયુર્વેદિક દવાઓ બની રહી છે લોકપ્રિય - જૂનાગઠ સમાચાર

જનઔષધિ દિવસ, જેની ઉજવણી સમગ્ર દેશમાં કરવામાં આવી રહી છે, ત્યારે એલોપેથી દવાઓના ઘોડાપૂરની વચ્ચે આયુર્વેદિક ઔષધિઓ પણ લોકોમાં ધીમે ધીમે વિશ્વાસપાત્ર બનતી જાય છે.

જનઔષધિ દિવસ એલોપેથીના ઘોડાપૂરની વચ્ચે પણ આયુર્વેદિક દવાઓ બની રહી છે લોકપ્રિય
જનઔષધિ દિવસ એલોપેથીના ઘોડાપૂરની વચ્ચે પણ આયુર્વેદિક દવાઓ બની રહી છે લોકપ્રિય

By

Published : Mar 7, 2020, 7:15 PM IST

Updated : Mar 7, 2020, 7:33 PM IST

જૂનાગઠઃ સમગ્ર દેશમાં જનઔષધ દિવસની ઉજવણી સમગ્ર દેશમાં કરવામા આવી હતી, ત્યારે એલોપેથી દવાઓના ઘોડાપૂરની વચ્ચે આયુર્વેદિક ઔષધિઓ પણ લોકોમાં ધીમે ધીમે વિશ્વાસપાત્ર બનતી જાય છે. એટલે કે, ઓસડિયા દિવસ મનાવવામાં આવી રહ્યો છે. પ્રાચીન સમયમાં ચરક સહિતા આધારિત વિવિધ રોગ અને તેની દવાઓનો સંશોધન કરવામાં આવતું હતું, પરંતુ એલોપેથી દવાઓના ઘોડાપૂરની વચ્ચે આયુર્વેદિક અને દેશી ઓસડીયા ધીરે ધીરે જનમાનસ પરથી દૂર થતા ગયા અને તેને કારણે દરેક વ્યક્તિ જાણે અજાણે એલોપેથિક દવાઓના આડ અસરની વચ્ચે પણ દવાઓનું સેવન કરી રહ્યો છે, ત્યારે એલોપેથી દવાની આડઅસરને ધ્યાને રાખીને જનઔષધિ દિવસ મનાવવામાં આવી રહ્યો છે.

જનઔષધિ દિવસ: એલોપેથીના અતિરેક વચ્ચે પણ આયુર્વેદિક દવાઓ બની રહી છે લોકપ્રિય

પ્રાચીન સમયમાં મોટાભાગની બીમારી અને રોગોનું નિદાન દેશી ઓસડીયાઓ. દ્વારા થતું હતું. જેમાં હરડે, બહેડા, આમળા, ગળો, હળદર, તુલસી, નાગરવેલ સહિતના ઘણા ખરા ઓસડીયાઓ આપણા ઘર આંગણે કે નજીકમાં મળી જતા હતા જેનાથી મોટાભાગના રોગોને દૂર કરવામાં પ્રાચીન સમયમાં વેદ આચાર્યોને સફળતા પણ મળી હતી, પરંતુ રહેણી કહેણીમાં આવેલો બદલાવ જેને કારણે ગંભીર અને અસાધ્ય કહી શકાય એવા રોગોનું પ્રમાણ ખૂબ જ વધી જતા આવા દેશી ઓસડિયા ધીરે ધીરે જનમાનસ પરથી દૂર થયા અને એલોપેથીનો જન્મ થયો જેની અનેક આડ અસરો જોવા મળી રહી છે. જેને લઇને લોકો ફરી દેશી ઓસડીયા તરફ આગળ વધીને રહેણી કહેણીમાં બદલાવ લાવીને અસાધ્ય રોગોનું પ્રમાણ ઘટાડે તે માટે આદિવસની ખાસ ઉજવણી કરવામાં આવી રહી.

Last Updated : Mar 7, 2020, 7:33 PM IST

ABOUT THE AUTHOR

...view details