જૂનાગઢ : રવિ ગોહેલ આત્મનિર્ભર ભારતનું ઉદાહરણ પ્રસ્થાપિત કરી રહ્યો છે. કોરોના જેવા સંક્રમણ કાળમાં ચારેબાજુ ભય જોવા મળી રહ્યો છે. ત્યારે ઘોરણ 8માં અભ્યાસ કરતો રવિ ગોહેલ નામના કિશોરે કોરોના સંક્રમણને માટે સેન્સર દ્વારા સંચાલિત ઓટોમેટીક હેન્ડ સેનિટાઈઝર મશીન બનાવ્યું છે.
આત્મનિર્ભર ભારત : બાળપણથી વિજ્ઞાનમાં વિશેષ રૂચિ ધરાવતા કિશોરે બનાવ્યું હેન્ડ સેનિટાઈઝર મશીન - રવિ ગોહેલ
જૂનાગઢના રવિ ગોહેલ નામનો કિશોર આત્મનિર્ભર ભારતનું ઉદાહરણ બન્યો છે. રવિ ગોહેલ નામના કિશોરે તેની કોઠાસૂઝથી ભારતીય ઉપકરણોની મદદ વડે સેન્સર દ્વારા સંચાલિત ઓટોમેટીક હેન્ડ સેનિટાઈઝર મશીન બનાવવામાં સફળતા પ્રાપ્ત કરી છે.
બાળપણથી વિજ્ઞાન પ્રત્યે રૂચિ ધરાવતા રવિ ગોહેલે કોરોના જેવા સંકટના સમયમાં તેની વિવેક બુદ્ધિથી આધુનિક કહી શકાય તેવું હેન્ડ સેનિટાઈઝર મશીન બનાવવામાં સફળતા મેળવી છે.નાનપણથી વિજ્ઞાન પ્રત્યે રુચિ ધરાવનારા રવિને લોકડાઉનના સમયમાં હેન્ડ સેનિટાઈઝર મશીન બનાવવાનો વિચાર આવ્યો અને તેણે અભિયાન શરુ કર્યું.
રવિએ ત્રણ મહિનાની મહેનત અને કંઈક નવી શોધ કરવાની લગનીને કારણે રવિને સફળતા મળી અને દેખાવે આધુનિક લાગતું હેન્ડ સેનિટાઈઝર મશીન તૈયાર થઇને આજે કામ કરી રહ્યું છે. આ સેનિટાઇઝરની બનાવટમાં આઈ સી બેટરી સેન્સર સહિતની તમામ વસ્તુઓ ભારતીય બનાવટની મૂકીને આત્મનિર્ભર ભારતની દિશામાં પણ રવિ ગોહેલ એક કદમ આગળ વધારીને સમગ્ર જૂનાગઢને આજે બહુમાન અપાવી રહ્યો છે.