ગુજરાત

gujarat

ETV Bharat / state

ભારતની વહુ અને ઓસ્ટ્રેલિયાના વરે સાસણમાં પ્રભુતાના પગલા પાડ્યા - Marriage in Sasan Gir

ગીર સાસણ ભારતની વહુ એને વિદેશના વરના લગ્નનું સાક્ષી બન્યું છે. માંગરોળના નાગર પરિવારની પુત્રી નમીના લગ્ન મૂળ ઓસ્ટ્રેલિયાના ટોબન સાથે સાસણ ગીરમાં હિન્દુ રિવાજ મુજબ યોજાયા હતા.

ઓસ્ટ્રેલિયન સાથે આંખ મળી જતા ગીર સાસણમાં ગુજરાતી પંરપરા મુજબ લગ્ન
ઓસ્ટ્રેલિયન સાથે આંખ મળી જતા ગીર સાસણમાં ગુજરાતી પંરપરા મુજબ લગ્ન

By

Published : Jan 17, 2023, 10:29 PM IST

સાત ફેરા

જૂનાગઢ :આપણે અત્યાર સુધી લંકાની લાડી અને ઘોઘાનો વરના કિસ્સા અનેક જગ્યાએ સાંભળ્યા હશે, ત્યારે સાસણ ગીરમાં વધુ એક વખત ભારતની વહુ અને વિદેશના વરના લગ્નનું સાક્ષી બન્યું છે. મૂળ જૂનાગઢ જિલ્લાના માંગરોળના દિગનભાઈ નાગરના પુત્રી નમી ના લગ્ન ઓસ્ટ્રેલિયાનું કુળ ધરાવતા ટોબન સાથે કરવામાં આવ્યા છે. અત્યાર સુધી ભારતના વર અને વિદેશની વહુના લગ્નના કિસ્સા અનેક વખત સામે આવ્યા છે, ત્યારે આ વખતે સાસણ ગીર વિદેશનો વર અને દેશી વહુના લગ્નનું સાક્ષી બન્યું છે.

સાસણ વધુ એક વખત અનોખા લગ્નનું બન્યું સાક્ષી છેલ્લા ઘણા વર્ષોથી માંગરોળનો નાગર પરિવાર ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થયો છે, ત્યારે પરિવારની પુત્રી અને ઓસ્ટ્રેલિયાના ટોબન પરિવારના પુત્ર સાથે આંખ મળી જતાં બંને વચ્ચે પ્રેમ પાંગર્યો અને આ પ્રેમ લગ્ન બંધનમાં પરિણમ્યો છે. પરંતુ લગ્નનું સ્થળ સાત સમંદર પાર નહીં પરંતુ સૌરાષ્ટ્ર સાસણ ગીર બન્યું અને ફરી એક વખત સિંહની આ ભૂમિ પર ભારતીય વહુ અને વિદેશી વર હિંદુ ધર્મ વિધિથી લગ્ન બંધનમાં બંધાયા તેનું સાક્ષી બન્યું હતું.

પીઠી રસમ

આ પણ વાંચોJunagadh fraud : રિયલ ફ્રેન્ડ ફાઉન્ડેશનના ઓઠા તળે લગ્નવાંચ્છુઓ સાથે છેતરપિંડીના આક્ષેપ

ભારતીય પરંપરા સાથે ઓસ્ટ્રેલિયન યુવક લગ્નગ્રંથિથી બંધાયોભારતીય મૂળ ધરાવતા દિગનભાઈ નાગરની ઈચ્છા તેમની પુત્રી નમી ના લગ્ન ભારતીય હિન્દુ લગ્ન પ્રણાલી મુજબ તેમના વતનમાં થાય તેવી આશા હતી, ત્યારે ઓસ્ટ્રેલિયાનો ટોબન પરિવાર પણ દિગનભાઈની ઈચ્છાને પરિપૂર્ણ કરવા માટે ઓસ્ટ્રેલિયાથી લગ્ન કરવા માટે સાસણ આવવા માટે સહમત થયા હતા. 20 જેટલા ઓસ્ટ્રેલિયન પરિવારજનોની હાજરીની વચ્ચે ભારતીય મૂળની નમી ના લગ્ન ઓસ્ટ્રેલિયન યુવક ટોબન સાથે હિન્દુ લગ્ન વિધિથી થયા હતા.

લગ્ન

આ પણ વાંચોGandhinagar Crime: મહિલાની સાથે લગ્ન કરી ધર્મ પરીવર્તન કરાવવા દબાણ કરતા નોંધાઇ ફરીયાદ

ડાંડિયારાસ, વરઘોડો, મહેંદીની રસમ લગ્નમાં તમામ વિધિઓ એકદમ ધાર્મિકતાથી પૂર્ણ કરવામાં આવી હતી. મહેંદીની રસમથી લઈને ડાંડિયારાસ, વરઘોડો અને લગ્ન બંધનના સાત ફેરા આ તમામ ધાર્મિક વિધિ ઓસ્ટ્રેલિયાના પરિવારે અસલ ભારતીય અદામાં નિભાવીને મૂળ ભારતની નમી અને ઓસ્ટ્રેલિયાના ટોબન હિંદુ ધર્મ વિધિથી લગ્નગ્રંથિથી જોડાયા હતા. ત્યારે સાસણ ગીરમાં આ લગ્ન પ્રસંગને લઈને ચર્ચાઓ આકાશે ઉડી છે.

ABOUT THE AUTHOR

...view details