ગુજરાત

gujarat

ETV Bharat / state

Junagadh Crime: ATMમાં કોઈ મદદ કરવા આવે તો વિશ્વાસ ન કરતાં નહીં તો બની જશો છેતરપિંડીના શિકાર - વેરાવળ પોલીસ

જૂનાગઢમાં એટીએમના ગ્રાહકોને છેતરતા ત્રણ આરોપીની પોલીસે ધરપકડ કરી હતી. આ આરોપીઓ ગ્રાહકોને મદદ કરવાના બહાને તેમની સાથે છેતરપિંડી કરતા હતા.

Junagadh Crime: ATMમાં કોઈ મદદ કરવા આવે તો વિશ્વાસ ન કરતાં નહીં તો બની જશો છેતરપિંડીના શિકાર
Junagadh Crime: ATMમાં કોઈ મદદ કરવા આવે તો વિશ્વાસ ન કરતાં નહીં તો બની જશો છેતરપિંડીના શિકાર

By

Published : Feb 28, 2023, 7:59 PM IST

જૂનાગઢઃજૂનાગઢમાં એટીએમના ગ્રાહકો સાથે છેતરપિંડી કરનારા આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા. ઉત્તરપ્રદેશના ત્રણ આરોપીઓ ગ્રાહક સાથે છેતરપિંડી કરીને લાખો રૂપિયાની ઉઠાંતરી કરતા હતા. આ ત્રણેય આરોપીઓ પાસેથી પોલીસે અલગઅલગ બેન્કના 79 એટીએમ કાર્ડ, પીઓએસ મશીન અને 2 બાઈક કબજે કર્યા હતા. આ સાથે જ પોલીસે આંતરરાજ્ય એટીએમ ચોરીનો પર્દાફાશ કર્યો હતો.

આ પણ વાંચોઃRajkot Crime: આફ્રિકામાં બેઠાબેઠા વેપારીઓ સાથે કરોડોની છેતરપિંડી કરતા બંટી બબલી ઝડપાયાં

વેરાવળ પોલીસે એટીએમ ચોરને ઝડપી પાડ્યાઃવેરાવળ પોલીસે ઉત્તરપ્રદેશના ત્રણ યુવાનોની બનેલી એટીએમ કાર્ડ અને ગ્રાહકો સાથે છેતરપિંડી કરનાર ટોળકીને ઝડપી પાડી છે. પોલીસને મળેલી પૂર્વ બાતમીને આધારે પોલીસે શંકાસ્પદ હાલતમાં હિલચાલ કરી રહેલા ઉત્તરપ્રદેશના અંકિત ચૌધરી, સાગર ચૌધરી અને જિતેન્દ્ર જટબને ઝડપી પાડ્યા હતા. આ આરોપીઓ પાસેથી વિવિધ બેન્કના 79 એટીએમ કાર્ડ, પીઓએસ મશીન અને લેપટોપ મળી આવ્યા હતા. સાથે જ અમદાવાદ, સુરત, રાજકોટ, સોમનાથ સહિત 10 જિલ્લાની સાથે ઉત્તરપ્રદેશના કેટલાક જિલ્લામાં આ પ્રકારે એટીએમ કાર્ડ થકી ગ્રાહકો સાથે છેતરપિંડી કરી હોવાની કબૂલાત આપતા સમગ્ર કૌભાંડનો આજે વેરાવળ પોલીસે પર્દાફાશ કર્યો છે.

ગ્રાહકોની મદદના બહાને કરતા છેતરપિંડીઃત્રણેય ભેજાબાજ ટસ્કર ટોળકીના સભ્યો છેતરપિંડી કરતા પહેલાં બાઈકની ચોરી કરતા હતા અને શહેરમાં આવેલા એટીએમ સેન્ટર પર વૉચ રાખીને બેસતા હતા. આવા સમયે કોઈ ગ્રાહક એટીએમમાંથી પૈસા ઉપાડવા આવે અને તેમને એટીએમમાં વ્યવહાર કરવાની કોઈ સમજણ ન પડતી હોય તેવા ગ્રાહકોને ચીટર ટોળકીના સભ્યો ટાર્ગેટ બનાવતા હતા અને તેમને મદદ કરવાના બહાને પ્રથમ તેનો આર્થિક વ્યવહાર પૂર્ણ કર્યા બાદ તેઓ ગ્રાહકના ખાતામાંથી પૈસાની ઉઠાંતરી કરીને પલાયન થઈ જતા હતા.

આ પણ વાંચોઃAhmedabad Crime: એક કા ડબલની લાલચ આપી કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવનારો રફૂચક્કર આરોપી ઝડપાયો

વેરાવળ શહેર પોલીસે આપી વિગતોઃસમગ્ર મામલાને લઈને વેરાવળ પોલીસને એટીએમમાંથી છેતરપિંડીની અનેક ફરિયાદો મળતી હતી, પરંતુ આરોપીને પકડી પાડવો ખૂબ મુશ્કેલ હતો. આવી પરિસ્થિતિમાં પોલીસે વિવિધ ટીમો બનાવીને આ પ્રકારના આરોપીની ભાળ મેળવી અને એટીએમમાં છેતરપિંડી કરતા ગિરોહને પકડી પાડવા ખાસ વૉચ ગોઠવી હતી, આમાં કેટલાક દિવસોની મહેનતને અંતે પોલીસને સફળતા મળી અને ઉત્તરપ્રદેશના ત્રણ ચિટર ટોળકીના સભ્યોને પકડી પાડીને સમગ્ર છેતરપિંડીનો પર્દાફાશ કર્યો છે. પોલીસ પકડમાં રહેલા ત્રણેય આરોપીની પોલીસ પૂછપરછ કરી રહી છે અગાઉ તેઓ કેવા પ્રકારે છેતરપિંડી કરતા હતા. ગુજરાત સહિત અન્ય રાજ્યોના કેટલા શહેરોમાં આ પ્રકારે છેતરપિંડીનું કારસ્તાન કર્યું છે અને તેમની પાછળ કોઈ ગિરોહ કામ કરે છે કે, કેમ તેને લઈને વેરાવળ શહેર પોલીસે તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details