- સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓના બ્રિડિંગ સેન્ટરને મળી સફળતા
- ગીધ ભારતીય વરુ, ચોશિંગા, ઘુડખર અને બીસોન બ્રિડિંગ સેન્ટર કાર્યરત
- સૌથી વધારે સિંહોના બ્રિડિંગ સેન્ટરને મળી સફળતા
જૂનાગઢ: એશિયાનું સૌથી જૂનું સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય (Asia Old Sakkarbagh Zoo) ભારત અને વિશ્વમાં જોવા મળતા પ્રાણીઓને લઈને પ્રવાસીઓની પસંદગીનું પ્રથમ કેન્દ્રબિંદુ બની રહ્યું છે ત્યારે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં આવેલા બ્રિડિંગ સેન્ટર પણ હવે સફળતાના સોપાનો સર કરી રહ્યુ છે. સમગ્ર એશિયામાં એક માત્ર ગીર વિસ્તારમાં જોવા મળતા જંગલના રાજા સિંહનું (The lion king of the forest) સર્વ પ્રથમ બ્રિડિંગ સેન્ટર સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં શરૂ (First Briding Center Start At Sakkarbagh Zoo) કરવામાં આવ્યું હતું.
બીસનના બ્રિડિંગ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યાં
આ વર્ષે બ્રિડિંગ સેન્ટરને સૌથી વધારે સફળતા મળી છે અને 29 જેટલા સિંહ બાળનો (Lion Child) જન્મ બ્રિડિંગ સેન્ટરમાં થયો છેસકરબાગ પ્રાણી સંગ્રહાલયમાં ભારતીય વરુ, ગીધ, ચોશિંગા ઘુડખર અને ભારતીય બીસનના બ્રિડિંગ સેન્ટર (Indian Bison Breeding Center) કાર્યરત કરવામાં આવ્યાં છે.
સિંહ સિવાયના અન્ય બ્રિડિંગ સેન્ટરમાં સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયને મળી પ્રારંભિક સફળતા
સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં આ વર્ષે 29 જેટલા સિંહ બાળનો જન્મ બ્રિડિંગ સેન્ટરમાં (Lioon Briding Center) થયો છે. આ સિવાય લુપ્ત થવાને આરે પહોંચેલા ગીધનુ એક બચ્ચુ સમગ્ર વિશ્વમાં એક માત્ર કચ્છના રણમાં જોવા મળે છે.જંગલી ઘુડખરના એક બચ્ચાંનો જન્મ આ વર્ષે થયો છે આ સાથે ભારતીય વરુના 11 બચ્ચાનો જન્મ બ્રિડીગ સેન્ટરમાં થયો છે. આ પ્રથમ ઘટના છે, જ્યારે ભારતીય વરુની પ્રજાતિના બચ્ચાનો જન્મ સકરબાગના બ્રિડીગ સેન્ટરમાં થયો છે. આ સિવાય ચોસિગાના ચાર બચ્ચાનો જન્મ પણ બ્રિડિંગ સેન્ટરમાં સફળતાપૂર્વક થયો છે તેમજ કર્ણાટક રાજ્યમાં જોવા મળતા જંગલી ગાયના પ્રજાતિના બાયસનના એક બચ્ચાંનો જન્મ પણ આ વર્ષે બ્રિડિંગ સેન્ટરમાં થયો છે, જે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના બ્રિડિંગ સેન્ટરની સફળતાઓ દર્શાવે છે.