જૂનાગઢશહેરમાં ફરી એક વખત અશાંત ધારો લાગુ કરવાની માંગ કરવામાં આવી છે. બે દિવસ પૂર્વે જૂનાગઢના જૈન અગ્રણીઓ દ્વારા બે દિવસ પહેલાં ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીની વિધિવત મુલાકાત કરીને જૂનાગઢ શહેરના વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવાની માંગ (Ashant Dhara in Junagadh )કરાઈ હતી. તપ ગુચ્છ સંઘ સ્થાનકવાસી જૈન સંઘ અને જૈન અગ્રણીઓ દ્વારા એવી માંગ કરાઈ છે કે જૂનાગઢ શહેરના સુખના ચોક વિસ્તારથી લઈને જગમાલ ચોક વિસ્તાર સુધીમાં અશાંત ધારો લાગુ કરવામાં આવે. જેથી કરીને આ વિસ્તારમાં આવેલા જૈન ઉપાશ્રય જૈન ભવનો અને જિનાલયોને ધાર્મિક દ્રષ્ટિએ વધુ સુરક્ષિત કરી શકાય. જેને લઈને આ વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવાની માંગ ( Jain Samaj Deands for Ashant Dhara ) કરાય છે.
જૂનાગઢમાં અશાંત ધારો લાગુ કરવા જૈન અગ્રણીઓની માગ, કયા વિસ્તાર માટે માંગ થઇ જૂઓ - અશાંત ધારો લાગુ કરવા જૈન અગ્રણીઓની માગ
જૂનાગઢમાં અશાંત ધારો (Ashant Dhara in Junagadh )લાગુ કરવા જૈન અગ્રણીઓ દ્વારા માંગ ( Jain Samaj Deands for Ashant Dhara )કરવામાં આવી છે. બે દિવસ પહેલાં આ મુદ્દે જૈન અગ્રણીઓ હર્ષ સંઘવીને મળી માંગ કરી હતી. ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેવી હૈયાધારણા ( Harsh Sanghvi Consolation ) જૈન અગ્રણીઓને આપી હતી.
અગાઉ કેન્દ્રીય પ્રધાન સમક્ષ પણ કરાઈ હતી માંગગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીના સમયમાં કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલ સમક્ષ પણ જૂનાગઢ શહેરના સુખનાથ ચોક અને જગમાલ ચોક વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવાની માંગ કરાઈ હતી. આ વિસ્તારમાં એક સમયે જૈન સમુદાયની ખૂબ મોટી વસાહતો હતી. આજે તેમાં ઘટાડો જોવા મળે છે પરંતુ આ વિસ્તારમાં આવેલા જીનાલયો જૈન ઉપાશ્રય કેન્દ્ર અને જૈન ભવનોને ધ્યાને રાખીને ધાર્મિક ભાવના જૈન ધર્મને લઈને જળવાઈ રહે તેને લઈને આ વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવાની માંગ કરાઈ છે. ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ પણ જૂનાગઢના જૈન અગ્રણીઓને અશાંત ધારો લાગુ કરવાને લઈને હકારાત્મક આશ્વાસન ( Harsh Sanghvi Consolation ) આપી હોવાનું પણ જઈને અગ્રણીઓ દ્વારા જણાવાયું છે.
આ પણ વાંચો જૂનાગઢમાં અશાંત ધારો લગાવો, સિનિયર ધારાશાસ્ત્રીની સરકારને માગ